Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહસભ ધ
૪૯
જ ગઈ વાતના શાક કરે છે. શ્રામણ્ય સુખના લાણી આપણને તુચ્છ સાંસારિક સુખામાં રાચવુ* ચાગ્ય નથી. ગુરૂના ચાગ પ્રાપ્ત થતાં આ સસાર કારાગ્રહમાં પૂરાઈ રહેલા આપણે દીક્ષા ગ્રહણ કરી પૃથ્વી મંડલપર વિહરશુ એ જ ગ્રામ અને નગરને ધન્ય છે કે જ્યાં આપણા ગુરૂ જયનંદનસૂરીશ્વરજી વિચરી રહ્યા છે. ” ગુરૂરાજના આગમનની રાહ જોતા એ બન્ને ખાંધવા કાલક્ષેપ કરી રહ્યા હતા, તે દરમિયાન ગુરૂ મહારાજ ત્યાં આવી પહેાંચ્યા, તેની વનપાલકે વધામણ આપી
રાજા પેાતાના આંધવાદિક પરિવાર સાથે ગુરૂ જયનંદનસૂરીશ્વરને વાંદવાને આભ્યા ને ગુરૂને વાંદી ચાગ્ય આસને બેસી ઉપદેશ સાંભળવા બેઠા. ગુરૂએ પણ રાજાને ચાગ્ય જાણી ઉપદેશ આપ્યા.
હે ભવ્યા ! દુČભ મનુષ્યભવ પામીને વિવેકી એવા તમારે ધર્મને વિષે યત્ન કરવા જોઇએ. કારણકે પિતા, માતા, ભાઈ, સ્રી, પુત્ર, મિત્ર અને સ્વામી, કરતાં પણ ધર્મ અધિક શ્રેષ્ઠ છે. આ જન્મમાં કેપર જન્મમાં પ્રાણીને ધર્મ જેવુ હિતકારી કોણ છે? દાંત વગર જેમ હાથી શાભા પામતા નથી, ચદ્ર વગર નિશા શાભતી નથી, સુગંધ વગર પુષ્પ ોભે નહિ, જલ વગર સરોવર શાભતું નથી, લવણ વગર અન્ન સુંદર લાગતુ નથી, નિર્ગુણી પુત્ર તેમજ ચારિત્રહીન યતિ જેમ શાભતા નથી, તેમજ દૈવ વગરનું મંદિર જેમ રોાભતું નથી, તેમ માનવી પણ ધર્મ વગર શાભતા નથી.
માટે હે રાજન ! ધંતુરાના ફુલના જેવા અસાર સસારમાં તારે પ્રીતિ કરવી નહિ, ઈજાલની માફક આંખ મીચાતા આખરે કાંઇ નથી. કેમકે જન્મ છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com