Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૪૧૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
પરિચછેદ ૯ માં કનકદેવજ અને જયસુંદર
સત્તરમા ભાવમાં બંગાળ દેશમાં આવેલી તામ્રલિપી નગરી પિતાની અનુપમ શાભાથી આજે અલકાપુરીને પણ જીતી ગઈ હતી, ત્યાં સુમંગલ નામે રાજા ઈકના જે પરાક્રમી હતો. ત્યાંની સીઓની સુંદરતાથી પરાભવ પામેલી અપ- સરાઓ લજજાથી સ્વર્ગમાં છુપાઈ ગઈ હતી, મનુષ્પો રૂપવાન અને દેવતાની માફક ક્રીડા કરતા સુખમાં સમય પસાર કરતા હતા, એવી મનહર સ્વર્ગપુરી તામ્રલિમી નગરીના રાજાને શ્રીપ્રભા નામે પકવી હતી. તેની કુક્ષીને વિશે ગિરિસુંદર છવ ઉત્પન્ન થયું. તે સમયે
સ્વમામાં સિંહથી અંક્તિ અને કુસુમાદિકથી પૂજાએલી રનમંડિત દંડવાળી આકાશમાં નૃત્ય કરતી દવજાને જોઈ, જાગ્રત થયેલી રાણી ખુશી થતી રાજા પાસે ગઈ રાજા પાસેથી પુત્ર જન્મની વાત સાંભળી ગર્ભનું પોષણ કરવા લાગી. સારા દેહદે રાણીને પુત્રપ્રસવ થયો તેનું નામ રાખ્યું કનકદવજ,
રાજાની બીજી રાણી સ્વયંપ્રભાની કુક્ષીએ રત્નસારને જીવ નવમા સૈવેયકના સુખ ભોગવીને ઉત્પન્ન થયા. તેનું નામ રાખ્યું જયસુંદર, પિતાએ ધનવ્યય કરી બે પુત્રોને જન્મ મહોત્સવ કર્યો.
અનુક્રમે વૃદ્ધિ પામતા બને ભણી ગણી કલા વિશારદ થયા તે સાથે નવીન યૌવનરૂપી વનમાં આવ્યા. ભવાતરના સ્નેહથી આ ભવમાં પણ એમને સ્નેહ અપૂર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com