Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
४०६
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રનું મુહર્ત ઘણું જ સુંદર અને ભવ્ય છે.”
મનને અનુકૂળ વાર્તા સાંભળી ખુશી થયેલા શ્રીબેલે સુલક્ષ્મણા સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરી દીધાં. પછી ત્રણે જણ વદ વિદ્યાની સહાયથી ક્ષણ માત્રમાં મુંદ્રપુર નગરમાં આવી ગયાં. મહાબલ રાજાએ આ સઘળી હકીક્ત મહસેન રાજાને જણાવવાથી રાજાએ રાજી થતાં પોતાના મંત્રીઆદિને મોકલી વિવાહ મહોત્સવ ઉજવી ખુબ પહેરામણી આપી. - શ્રીમલના ગુમ થવાથી શતબલ ભાઈને શોધવા સૈન્ય સહિત ચાલે. તે દેશના સીમાડે વનમાં રહેલા તાપસના આશ્રમમાં આવ્યું. તે શેકથી આકુળ વ્યાકુલ તાપસ અને તાપસીએને જોઈ શતબલે પૂછયું, “આ બધું શું. છે?
શતબલકુમારને એક તાપસે કહ્યું “ રાજકુમાર ! સાંભળે. વિજ્યપુર નગરના પદ્મરથ રાજાની લક્ષ્મણા નામની કન્યા મંત્રી આદિ પરિવાર સાથે શતબલકુમારને વરવા મુંદ્રપુર તરફ જતી હતી. ગઈ રાત્રીએ અમારા આશ્રમમાં તેઓએ નિવાસ કર્યો. વાત એમ બની કે કિરાત દેશના અરિમથન રાજાને કુંજર નામે કુમાર અને પરણવાની ઈચ્છા કરતો હતો. પણ તેની ઇચ્છા સફલ ન. થવાથી રાત્રીને સમયે આ આશ્રમમાં આવી કન્યાને હરી ચાલ્યો ગયો છે. જેથી અમે બધાં શેક કરીયે છીએ, કે શતઅલમાં પ્રીતિ વાળી એ કન્યા નિશ્ચય વાટમાં જ મરી જશે.”
એ વાત સાંભળી શતબલ ક્રોધથી ધમધમતે કુંજરના માર્ગે દોડ, શીધ્ર ગતિએ જતા એણે કુંજરને પકડી પાડો, તેની સાથે ભયંકર સંગ્રામ કરી કુંજરને હરાવી લક્ષ્મણાને લઈ પાછો ફર્યો, તે દરમિયાન શ્રીગુપ્ત આકાશ'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com