Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૩૬૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
નગર તેમજ આસપાસનાં ઉદ્યાન અને વન માણસેથી ઉભરાઈ ગયાં. - સ્વયંવરના સમયે મંડપ અનેક રાજકુમાર અને રાજાઓના ઝળહળાટથી ખળભળી રહ્યો. હીરા, માણેક, મોતી અને રત્નથી વિભૂષિત રાજકુમારના તેજને પાર નહેાતે, પોતપોતાના મંચ પર ગોઠવાયેલા રાજકુમારે અને રાજાના મનમાં કંઇકંઇ અભિલાષાઓ તેફાને ચઢેલી હતી. રાજ્યકન્યાને વરવાની ઘેલછામાં તેઓ તેના આગમનની માર્ગ પ્રતીક્ષા કરી રહ્યા હતા.
યથા સમયે બન્ને કન્યાઓ હાથમાં વરમાલને ધારણ કરી મહા કીમતી વસ્ત્રાભરણમાં સજજ થઇને ગજગામિની. ચાલે ચાલી મંડપમાં આવી પહોંચી. સખીઓથી વીંટળાયેલી એ બાળાઓ પોતાના સૌંદર્યથી અને ગૌરવથી સભામંડપને ક્ષોભ ઉત્પન્ન કરતી, બધા રાજકુમારોને રૂપના જાદુથી સ્વૈભિત કરતી મંડપમાં પોતપોતાના મંચ પર રહેલા રાજકુમારનું અવલોકન કરવા લાગી. રાજકુમારને ઉપરને ભપકાદાર ઠેર જોઈ બાળાઓ મનમાં જરીક હસી.
દાસીએ નિવેદન કરેલા રાજકુમારનો ત્યાગ કરતી બન્ને બાળાએ પોત્તર કુમાર બેઠો હતો ત્યાં આવીને પહોંચી. સર્વાગ સુંદર પદ્યોત્તર કુમારને જોઇ બને બાળાઓની દષ્ટિ ત્યાં સ્થિર થઈ ગઈને એ પુરૂષ સૌંદર્યમાં મુગ્ધ થયેલી બાળાઓની વરમાળ એ પુરૂષ તરફ આકયંતી એના કંઠમાં પડી.
એકજ નરને બને બાળાઓ વરવાથી મંડપમાં ખુબ ખળભળાટ પેદા થયે રાજાઓ અને રાજકુમારે જાણે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com