Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૩૭૨
પૃથ્વીચંદ્રઅને ગુણસાગર મનુષ્યપણામાં પણ વિદ્યાધરની ઋદ્ધિ મોટા ભાગે. મલે છે તેમાંય મારે પુત્ર તે ભાગ્યશાળી છે કે તે બને શ્રેણિનો અધિપતિ થશે એ બન્ને બાળાઓ અનેક વિદ્યાધર, નરેશને ત્યાગ કરી મારા પુત્રને વરી એમાં એક પુણ્યજ પ્રધાન કારણ છે. ભવાંતરના મોટા તપ સિવાય આવી સમૃદ્ધિ ન મળે, કેમકે જ્ઞાનીનું વચન અન્યથા થશે નહિ, તો એના પૂર્વભવની વાત જ્ઞાનીને પૂછું. )
રાજા તારવેગના મનમાં એ પ્રકારના વિચારો ઉદ્દભવતાજ કેવલી ભગવાન શ્રીતેજ નગરીની બહારનંદનવનમાં સમવસર્યા. એ વધામણિ સાંભળી રાજા પુત્રકલત્રાદિક પરિવાર સાથે ભગવાનને વાંદવાને આવ્યો. કેવલીને વાંદી તેમની ધર્મદેશતાં સાંભળી રાજાએ હરિગનો પૂર્વભવ પૂછયે.
કેવલી ભગવાને શંખરાજા અને કલાવતી રાણીથી શરૂ કરી દ્યોત્તર અને હરિગ સુધીના સર્વે ભવ તથા તેમની કરેલી ધર્મ કરણી કહી સંભળાવી. એ ધર્મ કરણીથી પુણ્યાતુ બંધી પુણ્ય બંધાય છે તેનાં આ બન્નેનાં પ્રગટ ફળ છે. એ રીતે પુત્રના ચરિત્રથી વૈરાગ્ય પામેલા તારવેગ રાજાએ પુત્રને રાજ્ય અર્પણ કરી ચરિત્ર અંગીકાર કર્યું. હરિગે પણ ગુરૂના મુખથી પદ્યોત્તર કુમારની હકીક્ત જાણી લીધી. ધર્મ રહિત પદ્યોત્તર પિતા થકી ધર્મસમ્યકત્વ પામશે એ બીના પણ કેવલી ભગવાને કહી સંભળાવી, કેવલી ભગવાન વિહાર કરી ગયા, હરિન પણ કેવલી ભગવાનને નમી પિતાને સ્થાને ગયો,
- પરાકમે કરીને અદ્વિતીય હરિવેગ નરપતિએ પિતાના અતુલ તેજ વડે કરીને વિદ્યાધરની બને શ્રેણિઓને તાણે કરી ચયતી રાજા થયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com