Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૩૪૮
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
અમારા ભાગ્યેાય છે કે તમારા જેવા સજ્જતાનેા અમને સમાગમ થયા. ”
“ તમારા જેવા સત્પુરૂષોને વિધાતા પુણ્યના પરમાણુઆથી મનાવે છે, તાપણ તમારા જેવા ભાગ્યશાળીને આફત કર્યાંથી ? છતાં સપત્તિ અને વિપત્તિ મહાન પુરૂષાને હાય છે, હીન પુરૂષને નહિ, ક્ષય અને બુદ્ધિ ચંદ્રને હોય છે અગણિત એવા તારાઓને નહિ. તે હું મિત્ર! તમને આ કષ્ટ શી રીતે પ્રાપ્ત થયું તે કહે ”
“
રાજાની વાત સાંભળી વિદ્યાધરે પાતાનુ વૃત્તાંત કહેવું શરૂ કર્યું. “હે સન્ ! દેવતાએથી અધિષ્ઠિત વૈતાઢચ પર્યંતની ઉત્તર અણિમાં રત્નધપુર નગરને વિષે જયંત રાજા રાજ્ય કરતા હતા તેના જયવેગ નામે હું પુત્ર.
એ જ વૈતાઢયની ઉત્તર શ્રેણીના કુંભપુર નગરના ધર્નામે રાજા હતા તેણે મારી માટી ખેનને મારા પિતાપાસે માગી પણ તેનું અલ્પ આયુષ જાણીને મારા પિતાએ કન્યા આપી નહિ. અને સચલપુરપતિ અન’તવેગ વિદ્યાધરને આપી. એ વૃત્તાંત જાણી કાપ પામેલા ધરરાજા મારાપિતા સામે યુદ્ધ કરવાને આવ્યેા માટુ'રણયુદ્ધ થયુ તેમાં મારા પિતાએ ધરરાજને મારી નાખ્યા.
તેના પુત્ર કિન્નર અમારા પર વૈરને ધારણ કરતા મને શત્રુના પુત્ર જાણી છિદ્રને શાધતા તે સમયની રાહ જોવા લાગ્યા. એકદા મારી પ્રિયા સાથે ક્રીડા કરવાને તમારા નગરની સમીપે આ અરણ્યમાં આવ્યા. અહીયા મારી પ્રિયા સાથે ક્રીડા કરતા જાણી મને તીવ્ર પ્રહાર કરીને નાશી ગયા, તેના પ્રહારની પીડાથી હું મૂર્ચ્છિત થઈ ગયા, મારી આવી દશા જોઇ મારી પ્રિયા દુ:ખથી રૂદન કરવા લાગી. તેના રૂદન બિન સાંભળી તમે આવી પહોંચ્યા તે પછીની હકીકત તા તમે જાણા છે.. ""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com