Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૪૭
ઉદયે મયુરી જેમ પરમ આનંદ પામે તેવી રીતે હર્ષને ધારણ કરતી મહાદેવી ગર્ભનું સારી રીતે પાલન કરવા લાગી. સાતમે મહિને રાણીને દેહદ ઉત્પન્ન થયે સમગ્ર. સૈન્ય સહિત હું રાજ્ય લીલાને અનુભવ કરતી વનક્રિડા. કરવા જાઉં.” રાજાએ રાણીની એ અભિલાષા પૂર્ણ કરી. કેમકે સ્નેહના વશ થકી માણસ શું શું નથી કરતું ?
પરાણુ ગુણમાળા ગંધહસ્તિ ઉપર આરૂઢ થઈ, મંત્રીઓ એની આજુ બાજુએ રહ્યા, સામંત નરપતિઓ એની સેવા કરવા લાગ્યા, રમણીઓ એની સ્તુતિ કરવા લાગી. અદ્દભૂત દાન વડે દીન, અનાથ અને રકજનેને. સંતેષ પમાડતી, ભાટચારણે વડે બિરદાવળી બેલાવાતી નગરીની બહાર રાજાની સાથે અરણ્યમાં વનક્રીડા કરવા લાગી,
એ સમયે કરૂણ સ્વરે રૂદન કરતી કેઈક સ્ત્રીને શબ્દ સાંભળી રાણી બોલી “હે સ્વામીન! મને લાગે છે કે વિદ્યાધરી રૂદન કરે છે તે તેની પાસે જઈને કઈક ઉપકાર કરીયે. કારણકે શાસ્ત્ર બોધને માટે, ધન દાનને માટે જીવિત ધર્મારાધન માટે અને પંડિત પુરૂષનું શરીર પરોપકાર માટે હોય છે.”
રાણીનાં વચન સાંભળી બન્ને જણ શબ્દને અનુસારે તે સ્થળે ગયાં કે જ્યાં પ્રહારની પીડાથી આકૂળ વ્યાકુળ થયેલ વિદ્યાધર મહાવ્યથા અનુભવી રહ્યો હતો. તેની આગળ દિવ્ય સ્વરૂપ વિદ્યાધરી આંખમાંથી અમૃપાડતી રૂદન કરી રહી હતી. તેને જોઈને કરૂણાપૂર્ણ હૃદયવાળા રાજાએ યોગીએ આપેલા મણિને જળમાં પ્રક્ષાલિત કરી એ જલના સિંચન વડે ઘાવને રૂઝવી દેવાથી પ્રાપ્ત ચેતનાવાળા વિદ્યાધર સાવધ થઈ રાજાને કહેવા લાગ્યા. “અહો!'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com