Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૩૩૦.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ગુણકર અને ગુણધર રાજકુમારની સહાયથી મૃત્યુથી બચેલે ગુણધર, પિતાના ગામ તરફ ચાલ્યો. માર્ગમાં તેને કેઈ મંત્રવાદી પુરૂષ મ તે બન્નેને મિત્રતા થઇ એ મંત્રવાદીને શક્તિસંપન્ન જાણુને ગુણધરે પિતાના દુ:ખની વાત તેને કહી સંભળાવી. મિત્ર બનેલા તેઓ બંને મુસાફરી કરતા કેઈક સંન્નિવેશમાં ગયા. ભજનનો અવસર થવાથી પેલા. મંત્રવાદીએ કહ્યું, “મિત્ર ! શું ખાવાની ઈચ્છા છે?
માંત્રિકની પરીક્ષા કરવાના હેતુથી ગુણધર બે “સિંહકેશરીયા મોદક, પણ તે આ જગ્યાએ મેલે શી રીતે ? )
“મલે ! ” એમ કહીને એ સિદ્ધ પુરૂષે ક્ષણવાર ધ્યાન કરી મંત્ર શક્તિથી સિંહકેશરીયા મોદક ઉત્પન્ન કર્યા. તેની આવી શક્તિથી વિસ્મય પામેલા ગુણધરે તથા બીજા મુસાફરોએ એ મોદક અરેગ્યા. સંધ્યા સમયે ઘીથી પરીપૂર્ણ ઘેબર, બીજે દિવસે ક્ષીર એ પ્રમાણે એ સિદ્ધ પુરૂષ મંત્રશક્તિથી નવીન નવીન મિષ્ટાન પ્રગટ કરી. ગુણધરને તૃપ્ત કરતો હતે.
તેની આવી શક્તિથી અજાયબ થયેલા ગુણધરે પૂછયું, હે શક્તીશાળી! હે ઉત્તમ! આવી શક્તિઓ તને કયાંથી પ્રાપ્ત થઈ?” - ગુણધરના જવાબમાં મંત્રસિદ્ધ પુરૂષ બોલે. મહા દારિદ્રથી દુ:ખી થયેલો હું બહુ દેશ ભમે ત્યારે કઈક મંત્ર શક્તિને જાણનાર કાપાલિક મલ્યો તેની ખુબ સેવા કરી મેં તેને પ્રસન્ન કર્યો. મારી ઉપર પ્રસન્ન થઈને તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com