Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૩૯
ભાવી બળવાન છે. કેઇની આશા જગતમાં કાંઈ અધીય પૂરી થતી નથી. ગુરૂમહારાજના આવાગમનની રાહ જોતા નરપતિ પૂર્ણ ચંદ્રને અન્યદા અતિસારની ઉગ્ર વેદના થઈ શરીર ઉપરથી પણ મમતા રહિત એવો રાજા શરીરની ઉગ્ર પીડાથી દુ:ખને અનુભવને પોતાનો અંતકાળ નજિક જાણું ધર્મભાવના ભાવવા લાગે,
“જે દેશ, જે નગર અને જે ભૂમિને એ સુરીશ્વર સ્પશી રહ્યા છે તે દેશ, નગર અને ભૂમિને ધન્ય છે. અરે એ મુનિઓને પણ ધન્ય છે કે જેઓ મારા ગુરૂ એ ધર્માચાર્યના પાદયની સેવા કરી રહ્યા છે, જે દિવસે હું ગુરૂના ચરણ કમલને વાંદીશ તે ધન્ય દિવસ મારે કયારે આવશે? સાધુઓની ઉત્તમ દિનચર્યા હું ક્યારે આચરીશ? ગુરૂના મુખમાંથી નિકળેલી અમૃતરસથી ભરેલી આગમવાણી હું ક્યારે સાંભળીશ?
સંસારરૂપી અરણ્યમાં ભમવાથી ભયભીત થયેલ, કષાયના શાંત થવાથી સમતારૂપ રસથી ભરેલ, તેમજ તૃણ અને મણિમાં સમાન વૃત્તિવાળુ એવું સુસાધુપણું હું કયારે કરીશ? આ લોકના સંતાપને હરનારી, પાપરૂપી કાદવનો નાશ કરનારી, સુધારસના સમુદ્ર સમાન એવી સાધુઓની જ્ઞાન ગોષ્ઠી પુરૂષને ઉત્તમ એવા નિર્વત્તિ સુખને આપે છે, - ધર્મભાવનામાં એક ચિત્તવાળે રાજા રોગની પીડાને સહન કરતે શરીરનો ત્યાગ કરી કાલ કરીને અગીયારમાં આરણ દેવલોકમાં ઉત્પન્ન થયો. રાણું પણ કાળ કરીને ત્યાંજ ઉત્પન્ન થઈ અને મિત્ર દેવ થયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com