Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહંસ અધ
૩૧૯
હતા. સુંદરીના રૂપ ગુણ સાંભળીને એ ચારે એની તરફ આકર્ષાયા. એના સંગમની અભિલાષાવાળા તેઓ સારાં સારાં વજ્ર પહેરીને એ સુંદરના મકાન આગળથી રાજ નિકળતા હતા તે 'સી વગાડતા હતા, ગાયન કરતા હતા. એના મકાન આગળ અનેક ચેષ્ટાઓ કરવાપૂ ક સુંદરીના ચિત્તને આકવાના પ્રયત્ન કરી રહ્યા હતા.
તેમની આવી દુષ્ટ ચેષ્ટા જોવા છતાં સુંદરીએ એમની તરફ જરાયે ધ્યાન આપ્યુ નહિ કે નજર સરખીપણ જ્યારે કરી નહિ ત્યારે તેમણે ધનથી વશ કરી કાઇ પરિવાજિકાને શીખવી સુંદરી પાસે માકલી, કારણ કે—
પેાતાને શ્રી હાવા છતાં નીચ પુરૂષ પરસ્ત્રીમાં લપટ થાય છે. સ્વચ્છ જળથી ભરેલું સરોવર છતાં કાગડા જીના મસ્તક પર રહેલા કુંભના જળની છા કરતા નથી શું?
એ પરિવ્રાજિકા સુંદરી પાસે આવી છતાં તે મિથ્યાલી હાવાથી સુંદરીએ તેના આદરસત્કાર કર્યો નહિ, છતાંય પેાતાના કાર્યમાં ઉત્સુકતાવાળી પરિવાજિકા એની પાસે એડી ને શિખામણ આપવા લાગી. સખી! યાધ સર્વે ધર્મવાળાઆને માન્ય છે, તેમાંય શ્રાવકા તે સર્વે જીવની રક્ષા માટે અતિ સાવધ હાય છે, કોઇને દુ:ખી કરતા નથી, દુ:ખીયાનુ' પણ પાતાના સર્વસ્વના ભાગે તેઓ રક્ષણ કરે છે તે તુ પણ તારે માટે તરફડી રહેલા અને મૃત્યુને માટે આતુર થયેલા તેમને જીવાડ, એમની આશા પૂર્ણ કર.”
“ અરે કુલીન સ્ત્રીઓના કુળને કલંક લગાડનારૂ આ તુ` શુ` મેલી. આવું મહાપાપ અમારે શું ચાગ્ય છે? તમારા સરખી વ્રતધારીઓને આવું બિભત્સ ખેાલવું પણ ચેાગ્ય નથી. જે પ્રાણી બીજાને પાપ બુદ્ધિ આપી અવળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com