Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહસઅધ
૩૨૧
વનદેવીએ તેમને અધવચ સ્થ’ભાવી દીધા. એ ચારે કલાગારાને સ્થસિત થયેલા જોઈ સિદ્ધ ભયથી ફધવા લાગ્યા, આકુળવ્યાકુળ થયેલા સિદ્ધપુરૂષ સુંદરીના ચરણમાં મસ્તક મૂકતા ખેલ્યા.
હું ભગવતિ ! હું ચાગિની! તારા આ માહાત્મ્યને હું પામર જાણતા ન હેાવાથી મે' આ અકાર્ય કરેલું છે તે મારા આ એક અપરાધની તું ક્ષમા કર. હવેથી આવે અપરાધ હું કરીશ નહિ, રંક એવા તારે શરણે આવેલાને તુ અભય આપ,” એ સ્થિતિમાં પ્રાત:કાળ થયા તે બધું નગર હીલેાળે ચઢયું, ને લોકો ભેગા થતા ગયા, રાજા પણ ખબર પડતાં મંત્રી આદિ પરિવાર સાથે ત્યાં આવી પહેચ્યા. રાજાએ પેલા ચારે સ્થભિત પુરૂષાને પૂછ્યું.
દુરાચારીઓ ! આ શું છે? તે સત્ય કહેા, રાજાના પૂછવા છતાં જ્યારે જવાબ ન મલ્યા ત્યારે સુ...દરીને પૂછ્યુ’ શરમથી સુન્દરી પણ કાંઇ જવામ આપી ન શકવાથી અભયવચન મેળવી પેલા સિદ્ધપુરૂષે સર્વે હકીકત કહી સભળાવી. દેવીએ પણ તે પુરૂષને મુક્ત કરવાથી તેમણે પણ તે પ્રમાણે વૃત્તાંત કહી સભળાવ્યુ, તેમની વાત સાંભળી કાપાયમાન થયેલા રાજા આલ્યા, પાપીઓ ! મારા નગરમાં રહીને આવાં પાપકકરા છે ? સતી સ્ત્રીઓને હેરાન કરો છે?” પછી તા એ ચારેને કારાગ્રહમાં પૂરી દીધા.
રાજા પેલા સિદ્ધપુરૂષને કંહેવા લાગ્યા પાપી ! તુ ફાઇ વખતે મારા અન્ત:પુરના પણ વિનાશ કરીશ. તને અભય વચન આપેલું હેાવાથી તને મારતા નથી પણ તું મારા રાજ્યની હદ બહાર જા”. રાજાએ એને દેશનિકાલ કર્યાં. પૌરજન સહિત રાજા સુન્દરીના ચરણને નમસ્કાર કરતા એના પિતા વસુપાલ શેઠને કહેવા લાગ્યા શેઠ!
66
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
www.umaragyanbhandar.com