Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૩૨૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
પાપ કરી લેકે વડે મૃત્યુ પામી ચંડાલ થયે. અને પાપકાર્યમાં પ્રીતિવાળે થઈ હિંસાને કરતો તે ત્યાંથી પ્રથમ નારકીએ ગયે, ત્યાં પરમાધામી અને ક્ષેત્રની વેદના સહન કરવા લાગ્યો,
સુવિહુ ન્યાયથી ત્રણે વર્ગને સાધન કરતે મરણ પામીને ઉત્તર કુરૂક્ષેત્રમાં ઉત્તમ યુગલીઓ થયે દશ પ્રકારના કપ વૃક્ષથી મને ભિલાષને પૂર્ણ કરતા ત્રણ પ૯પમનું આય પાળી પહેલા દેવલેકે મહાકાંતિવાળા દેવ થયો ત્યાં પણ દિવ્ય ભેગોને ભેગવતો, નાટક અને ગીતમાં કાળ નિર્ગમન કરતાં એક પોપમ આયુ વિતાવી આજ વિજયના જયસ્થલ નગરમાં પધદેવ શ્રેષ્ઠિને ગુણાકર નામે પુત્ર થશે. કમે કરીને તે યૌવનવયમાં આવ્યા
વિહુને જીવ નરકમાંથી નિકળીને તે જ નગરમાં ધનંજય શેઠનો ગુણધર નામે પુત્ર થયે. યૌવનવયમાં આવતાં તેને પૂર્વભવના અભ્યાસથી ગુણાકર સાથે મૈત્રી થઈ, નવીન ધનની અભિલાષાવાળા તેઓ એક દિવસ ઉદ્યાનમાં ગયા, ત્યાં તેમણે ધર્મદેવ નામે મુનિને જોયા. મુનિને નમસ્કાર કરી તેમણે ધનપ્રાપ્તિને ઉપાય પૂછયે. તેના જવાબમાં મુનિએ કહ્યું, “ધર્મસાધન કરો જેથી આલોક અને પરલોકમાં આપદાને ત્યાગ કરી ધન મેળવશે. પાપ કરનારને સંપતિઓ કયાંય પણ મલતી નથી. માટે સંતોષને ધારણ કરી લોભને ત્યાગ કરે. મોટે રાજાધિરાજ પણ લોભને વશ થઈને દુઃખી થાય છે. લોભી કરેલ્પતિ હોય છતાં તે દરિદ્રી જ છે કારણ કે છતે દ્રવ્ય તે ખાતે પણ નથી દાન પણ આપતું નથી. સંતોષરૂપ અમૃતનું પાન કરનારે ગમે તેવો હોય તે પણ કટિપતિથી તે અધિક છે. સો યોજન દૂર રહેલી વસ્તુને મેળવવા લોભી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com