Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૨૯૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સામ્રાજ્ય લક્ષ્મીને ભેગવે છે. ત્યારે કેટલાક મહધિક અમાપ રદ્ધિ સિદ્ધિવાળા પણ જોવાય છે. કેટલાક પરતંત્રરૂપી દરડી સાંકળથી બંધાયેલા તેમની સેવા કરનારાય નજરે નથી જોતા શું ? . કેટલાક કલ્પવૃક્ષ પાસેથી મનવાંછિત ફલને મેળવતા સુખ અને ભેગમાં પ્રીતિવાળા થઇને ચિંતા કે દુ:ખનેય જાણતા નથી ત્યારે કેટલાકને પોતાના ઉદર ભરવાને પણ સાંસા હોય છે, કેટલાક શ્રેષ્ઠ અને નવસુંદર યુવતીઓના હાસ્યવિલાસમાં રમતા મેટા સૌભાગ્યવાળા હોય છે ત્યારે કેટલાક દૌભગ્યથી દાઝેલા શ્યામ મુખવાળા પણ નથી હેતા શું ? - આ ભવાટવીમાં જન્મ, જરા, મરણ, વિપત્તિ, આધિ, વ્યાધિ, ઉપાધિ, શેક, ઈષ્ટને વિગ અને અનિછને સંગ, કારાગ્રહ નિવાસ એ બધુંય જીવને મનુષ્યભવમાં પણ સહન કરવું પડે છે. ઉત્તમ નરને એ બધાં શું વૈરાગ્યનાં કારણ નથી થતાં? છતાંય આ દુખથી ભરેલા સંસારમાં મને વૈરાગ્ય શી રીતે થયું તેનું કારણ સાંભળ.”
ગુરૂમહારાજે પિતાનું ચરિત્ર કહેવા અગાઉ સામાન્ય રીતે આ પ્રમાણે પ્રસ્તાવના કરીને સંસારનું કંઈક ઉપલક સ્વરૂપ સમજાવી પોતાનું ચરિત્ર કહેવું શરૂ કર્યું, જે ભવ્યજનના ઉપકાર માટે બોધ માટે પણ થઈ શકે . ગુરૂમહારાજનું ચરિત્ર સાંભળવાને રાજા, કુમાર આદિક સર્વે પરિવાર સાવધાન થયે ગુરૂએ પોતાનું કથન શરૂ કર્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com