Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૧
=
=
સૂરીશ્વરની આત્મકથા . આ વિજયમાં રત્નપુર નામે નગરને રહીશ નામ પ્રમાણે ગુણવાળો સુધન નામે માતબર અને તવંગર શેઠ રહેતો હતો. તેમને લક્ષ્મી નામે પત્ની અને સુરસુંદર નામે સુંદર પુત્ર થયે, યૌવનવયમાં એ સુરસુંદરને એના પિતાએ બત્રીસ રૂપવતી કન્યાઓ પરણાવી. એ બત્રીસે પત્નીનવોઢા નારીઓ સાથે દેવસમાન સુખને ભેગવતો તે સુખમાં કાળ વ્યતીત કરતો હતો.
અન્યદા એનાં માતાપિતા આ સંસારની મુસાફરી પુરી કરી ચાલ્યાં ગયાં. તેમના મરણની ચિંતાથી વ્યાકુળ થયેલે સુરસુંદર સ્વજન પરિવારના સમજાવ્યાથી પરેપરાથી ચાલ્યા આવતા વ્યાપારની ચિંતા કરવા લાગ્યા. એ વ્યાપારના વ્યવસાયમાં ધીરે ધીરે એને શાક નષ્ટ થયો. . કારણ કે પ્રિયજનને વિયોગ થવાથી કે મરી જતું નથી અથવા તો ઘરબારનો ત્યાગ કરી કોઈ સાધુ થતું નથી એ હૃદયનો ઘા પણ ધીરે ધીરે ઘસાઈભુસાઈ જાય છે, અત્યંત રોગવાન હોવા છતાં પણ કેટલેક કાળે સુરસુંદર શિક રહિત થઈ ગયો, છતાં સ્ત્રીઓના વ્યભિચારની શંકાવાળો તે યત્નથી પણ સ્ત્રીઓનું રક્ષણ કરવા લાગ્યો, તેમને તેમના પિતાને ઘેર પણ જવાતો નહિ, તેમજ પિતાને ઘેર કે અન્ય પુરૂષ તો શું પણ સ્વજન સંબંધીઓને પણ આવવાની તેણે મના કરી દીધી.
વધારે કહું? એક ઈર્ષાલુપણાથી તેણે બહાર જવાનું પણ છોડી દીધું ને કદાચ જવું પડે તે મકાનને દરવાજે તાળુ લગાવી સ્ત્રીઓને મકાનમાં પૂરીને બહાર જ હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com