Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
-
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૩
તેમનેજ એક માત્ર ધન્ય છે અને હું અધન્ય છું કે જાણવા છતાં વિરતિ પ્રાપ્ત કરવાને ઉદ્યમ કરતો નથી. એ મોહરાજાને મારા ઉપર કેટલો બધો પ્રભાવ છે તે સચવે છે. પિશાચીની માફક ભેગની લાલસા મને વળગેલી છે જેથી અદ્યાપિ ધંતુરે પીધેલાની માફક હુ એમાં મુંઝાઈ ગયેલ છું. દુષ્ટ કામરૂપી કિરાતે મારું વિવેક રત્ન લુંટી લીધું છે. દિયરૂપી લુંસરાઓએ મારું ભાવરૂપી ધન લુંટવામાં મણ રાખી નથી. જેથી દુષ્ટ ચારિત્ર મેહનીય કર્મપ શયતાનને હું શી રીતે જીતી લઇશ? અથવા તો તેને જીતવાને ઉપાય પૂર્વે સૂરીશ્વરે બતાવેલો એ દ્રવ્યસ્તવ છેઆદર, કે જેનાથી મને ભાવસ્તિવની પ્રાપ્તિ થાય.”
એક રમણીય સુપ્રભાતે જાગ્રત થયેલો રાજા એ પ્રમાણે ભાવના ભાવો દ્રવ્યસ્તવ આદરવાને તૈયાર થશે. એક પ્રશસ્ત મુહૂર્ત જેવરાવી તે સારા મુદ્દત્ત શુદ્ધ પૃથ્વીને જેવરાવી કેટલાક સૂત્રધારેને જીનમંદિર તૈયાર કરવાની આજ્ઞા કરી, કેટલાકને જીન પ્રતિમા તૈયાર કરવાને ફરમાવ્યું, તે પણ બ્રહ્મચર્યને ધારણ કરતે એ ધર્મ કાર્ય તરફ અપૂર્વ ઉત્સાહ ધારણ કરવા લાગ્યા
છન પ્રાસાદ અને જીન પ્રતિમા તૈયાર થતાં સારા મુહૂર્ત રાજાએ ગીતાર્થ ગુરૂની પાસે હિતબિંબને વિધિ વિધાન કરવા પૂર્વક મંદિરને વિષે સ્થાપન કરાવ્યા તે નિમિત્તે માટે પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો.
પ્રિયા સહિત રાજા એ જીન પ્રાસાદમાં ત્રણે કાલ જીનપૂજન કરવા લાગ્યોશરીરને અને મનનાં પાપને એ રીતે દૂર કરવા લાગ્યો, એ ભવ્ય જનમંદિરમાં પારા નૃત્ય કરવા લાગ્યાં. ગવૈયા પુરૂષ ગાયન કરવા લાગ્યા કેઈ. મધુર શબ્દએ વાજિંત્ર વગાડવા લાગ્યા, કિન્નર યુગલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com