Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૨૪૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે. કારણ કે પરમાર્થથી તો રાગ દ્વેષ, અજ્ઞાનાદિક દષા તેમના જ ક્ષય થયેલા છે
માટે હે ભવ્ય! પંચપરમેષ્ઠીના સ્મરણ કરવામાં તેમજ એમની સ્તુતિ કરવામાં અવશ્ય પ્રયત્નશીલ થાઓ. જે
નેશ્વરના દર્શનથી પરંપરાએ તમારું કલ્યાણ થાય, એ ઉપર એક દષ્ટાંત સાંભળો.
આ જ બુકીપના ભરતક્ષેત્રમાં સદ્ગામ નામના ગામમાં સંગત નામે એક પામર રહેતો હતો. એક દિવસે તે ગામમાં આવેલા સાધુઓને રાત્રી વ્યતીત કરવા માટે તેણે ઉપાશ્રય આપ ને ઉપરથી તેમની વૈયાવચ્ચ કરી સેવા ભક્તિ કરી. મુનિએ એ પામરને યોગ્ય જાણુને પાપનો નાશ કરનારી ધર્મદેશના આપી.
આ જગતમાં પ્રાણીઓને ધર્મ થકી શું નથી મલતું ? મદઝરતા પર્વત સમાન ઉન્નત ગજરાજ, વાયુવેગવાળા અશ્વો, ચરણમાં નમસ્કાર કરતા મુગુટબદ્ધ સામંત પર તિઓ, બુદ્ધિનિધાન મંત્રીઓ, રૂપ અને ગુણે કરીને લલિત લલનાઓ, દેશ, ગ્રામ, નગર, શહેર યુક્ત પૃથ્વી મંડલ તેમજ સુવર્ણ અને રત્નથી ભરેલા ભરપુર ભંડારે, ગાનતાન, નાટક અને મોટા ગગનચુંબિત પ્રાસાદ તેમજ દેવ દુર્લભ એવા મને હર ભેગો એ બધુંય ધર્મથી મળી શકે છે માટે ધર્મનાં એવાં રૂડાં ફલ જાણીને હે સંગત !
ધર્મનું આરાધન કર કે જેથી આ ભવમાં તેમજ ભવાંવરમાં તારું સારું થાય.
મુનિરાજને એ પ્રમાણે સુધારસ સમાન ઉપદેશ સાંભળીને શ્રદ્ધાને ધારણ કરતો સંગત બે , “હે ભગવન! મને લાગે છે કે આપ મારી ઉપર એકાંત વાત્સલ્યવંત છો પરન્તુ અનાર્ય અને પામર-સુખ એવા મને એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com