Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
ર૭૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
=
નવમા દેવલેકના દેવે મન પ્રવિચારી હોય છે એટલે ત્યાં દેવીઓનું ગમન હેતું નથી જેથી તેઓ મનવડે કરીને વ્યભિચાર-સુરત સુખના ભેગવનારા હોય છે, જે દેવીની તેઓ ઇચ્છા કરે છે તે દેવી પણ પોતાના સ્થાનકે રહીને મન વડે તે દેવને પોતાને વિષય કરે છે-ચિંતવન કરે છે છતાં તેમને અનંતગણું સુખ થાય છે. તેમના એક નાટકમાં અસંખ્યાતો કાળ યાને હજારો વર્ષ વહી જાય છે એવા સુખમાં તેઓ જતા એવા કાળને પણ જાણતા નથી,
પરિચ્છેદ પામે
પૂર્ણ ચંદ્ર અને પુષ્પસુંદરી
નવમા ભાવમાં, सर्वार्थसिद्धिदातारं, त्रातारं सकलांगिनाम् । नत्वा शंखेश्वरं पार्थ, पंचमः सर्ग उच्यते ॥१॥
ભાવાર્થ—જગતના સર્વે અર્થ અને કામની સિદ્ધિને આપનાર તેમજ ભવ્ય ઇવેનું સંસારના ભય થકી રક્ષણ કરનાર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કરીને હવે પાંચમ સર્ગ-પાંચ પરિચ્છેદ કહેવાય છે.
જબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલ નામે સાતમી વિજયને વિષે શિવા નામે નગરીને અધિપતિ, સિંહ સમાન પરાક્રમી, અને નામ પ્રમાણે ગુણવાળે સિદ્ધસેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com