Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહસ અધ
૨૭૭
રાજાને રત્નાવલી સાથે એ રીતે ધર્મનું આરાધન કરતાં અનુક્રમે અંત સમય આવી પહોંચ્યા.
અંતસમયે રાજાએ આરાધના કરી. ચારાસી લાખ જીવાયાનીને ખમાવવા લાગ્યુંા. આ ભવનાં અને ભવાંતરનાં પાપકર્માની નિંદા કરતા તે સુકૃત્યની અનુમાદના કરવા લાગ્યા. સસારની અનિત્યતાની ભાવના ભાવતા રાજા સ`સાર અને માક્ષ, જન્મ અને મરણ, કનક અને કથીરમાં સમાન મધ્યસ્થવ્રુત્તિવાળા થઈ ગયા.
અંતસમયે રાજા પંચપરમેષ્ટીના સ્મરણમાં એકચિત્તવાળા થયા થકા મરણ પામીને આનત દેવલાકમાં આગ ણીશ સાગરોપમના આયુષ્યવાળા ઉત્તમ દેવ થયા.
પટ્ટરાણી રત્નાવલી પણ રાજાની માફક શ્રાવિકાધનું શુદ્ધ ભાવથી આરાધન કરી કાલ કરીને નવમા આનતદેવલાકમાં આગણીશ સાગરોપમના આયુષ્યવાળા ઉત્તમ દેવ થયા. ભવાંતરના સ્નેહથી ત્યાં પણ મિત્રપણે રહેલા અન્ન દેવા દેવભવનાં અપૂર્વ સુખ ભોગવતા સુખમાં કાલ નિમન કરવા લાગ્યા.
નવમા, દશમા, અગીયારમા અને બારમા દેવલેાકે સામાન્ય રીતે ત્રણ હાથનું શરીર હાય છે અને દેવતાઓનાં આયુષ્ય ઓગણીશથી ખાવીશ સાગરોપમ સુધી હોય છે. જેટલા વર્ષનું આયુષ્ય તેટલા હજાર વર્ષે તેમને આહારની ઇચ્છા થાય છે ને તેટલા પખવાડીએ તેઓ શ્વાસેાશ્વાસ લે છે, મનમાં વિચાર કરવા વડે તે મનેાહર પુદગલાને ગ્રહણ કરતા આહાર કરે છે તેથી દેવતાઓ મનાભક્ષી કહે. વાય છે, તેઓ શુક્લલેયાવાળા ને સમચતુરસ્ર સંસ્થાનવાળા હોય છે વૈક્રિય શરીરને ધારણ કરનારા અને પૃથ્વીથી ચાર અ'ગુલ હમેશાં ઉંચે રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com