Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
ર૭૫
શિખે નગરમાં જઈ પોતાના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો પછી ચારિત્ર લેવાની આકાંક્ષાવાલા રત્નશિખે શ્રી તીર્થંકર ભગવાન સમીપે સંયમ સ્વીકાર્યું ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ કર્મ ખમાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી પૃથ્વીમંડલ પર વિહાર કરતા અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ કરી રત્નશિખ મોક્ષે ગયા. - ધર્મવસુ ગુરૂએ પંચ પરમેષ્ઠી જાપ ઉપર રત્નશિખનું કહેલું દૃષ્ટાંત સાંભળીને ધર્મરસિક વિમલકીર્તિ રાજાએ દેવરથકુમારને રાજ્ય પર સ્થાપન કરીને દીક્ષા ગ્રહણ કરી, પોતાનું આત્મકલ્યાણ સાધ્યું,
સમ્યકત્વધર્મની આરાધના. દેવરથકુમાર હવે દેવરથ નરપતિ થયારૂપવતી રાણી રત્નાવલી સાથે વિવિધ ભેગોને ભગવત રાજ્યનું પાલન કરવા લાગ્યો, સમ્યવાન અને બારવ્રતને ધારણ કરનાર દેવરથ અહર્નિશ પંચપરમેષ્ઠી નમસ્કારના જાપ જપ્યા કરતો હતોએ પ્રમાણે રાજ્યસુખનો અનુભવ કરતા અને શ્રાવક ધર્મનું આરાધન કરતા દેવરથ નરપતિને ખુબ કાલ ચાલ્યો ગયો, કેમકે કાળ કાંઈ કેઈના માટે થોભતો નથી. - ધર્મને જાણ એ રાજા એક દિવસ વિચાર કરવા લાગે
આ જગતમાં ધર્મના પ્રભાવથી મને ખુબ રાજ્યલક્ષ્મી મલી છે તે મારે સત્પાત્રમાં વાપરીને એ લક્ષ્મીને સ૬પયોગ કરવો જોઈએ.”
ધર્મતત્વ અને લક્ષ્મીની અનિત્યતાને ચિંતવ રાજા સમ્યકત્વ, અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાત્રત વડે શેલત રત્નાવલી સાથે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વર્ગની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com