Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
२७०
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
બેઠે કે હાથીએ આકાશમાં ઉડવા માંડયુ, ગજરાજની આ ચેષ્ટા જોઈ રાજાએ વજ મુકીથી એની પીઠ પર ઘા કર્યો, મુષ્ટિના પ્રહારથી વ્યાકુળ થયેલો ગજ “નમો:
મા કહતે ભૂમિ પર પડી મૂચ્છિત થઈ ગયે - “અરે મેં સાધર્મિકની આશાતના કરી એમ બોલતો રત્નશિખ એના મૂળ સ્વરૂપને જઈ વ્યાકુળ થઈ ગયા. શીત જળ અને પવનથી એને સાવધ કરી રત્નશિખ બોલે “અરે! તને ધન્ય છે કે દુ:ખમાં પણ તું જીનેશ્વર ભગવાનના નામને છોડતો નથી, ભાઈ! અજાણતાં મેં તારી આશાતના કરી છે તે મારા અપરાધને તું ક્ષમા કર.”
રત્નશિખના વચનથી શાંત થયેલા વિદ્યાધર બોલે, હે રાજન! તમારે કાંઈ દેષ નથી, મેં જેવું કર્યું છે તેવુંજ આ ભવમાં મને ફલ પ્રાપ્ત થયું, માણસ અજ્ઞાનતાથી પાપ કરે છે પણ તેના ફલને જાણતા નથી, કારણકે મધુર દૂધનું પાન કરનાર માર લાકડીના ભયને જેત નથી.” - “તમે કોણ છો ને આ બધું તમારે શા માટે કરવું પડયું રત્નશિખે પૂછયું તેના જવાબમાં વિદ્યાધર બે
વિદ્યાધરેનું ઐશ્વર્ય. આ વૈતાઢય પર્વત ઉપર ચક્રપુર નામે નગરનો અધિપતિ સુવેગ નામે હું વિદ્યાધર છું. સુરેગ મારે ભાણેજ થતું હોવાથી તેને પક્ષપાત કરીને શશિવેગ વિદ્યાધરને એના પિતાએ રાજ્ય આપેલું હોવા છતાં એને રાજ્ય પરથી દૂર કરીને મેં ભાણેજને રાજ્ય અપાવ્યું,
હાલમાં મેં જ્યારે સાંભળ્યું કે જામાતાની સહાયથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com