Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
ચોગ્ય છે. ડગલેને પગલે વિઘોને એમાં પાર નથી. પળ મેળવીને શત્રુઓ એવી તક જવા દેતા નથી. આપ સુકમલ કાયાવાળા છો તેથી ભાગ્યથી પ્રાપ્ત થયેલું આ રાજ્ય હે
સ્વામી! આપ ભેગાવો. પૂર્વ પુણ્યના સાક્ષાત ફલ સમાન - આ માટે રાજ્ય આપને મલવા છતાં આપ એથી વિશેષ કયા ફલને ઈ છે છેવાર?”
મંત્રીએ સારી રીતે સમજાવવા છતાં રાજાએ પોતાને નિશ્ચય છોડો નહિ, નિશા સમયે ને રાત્રીના ચતુર્થ પ્રહરે હાથમાં માત્ર એક ખગને ધારણ કરીને ગુપચુપ રાજ નગર બહાર નિકળી ગયે. સારા શકનથી પ્રેત્સાહિત થયેલ રત્નશિખ ઉત્તર દિશા તરફ ચાલ્યા
મનેરથરૂપ રથમાં આરૂઢ થઇને પુણ્યરૂપી સૈન્યથી પરવરેલો અને સંતોષરૂપ મંત્રીએ યુક્ત રત્નશિખ અનેક ગ્રામ, નગર, પર્વત, નદી, નાળાં, વગેરેને જોતો, નવીન કૌતુકને નિહાળતે મુનિની માફક ક્ષમાને ધારણ કરતા, ભૂખ અને તૃષાને સહન કરતે, પૃથ્વી ઉપર શયન કરી સુખદુ:ખમાં સમાન વૃત્તિને ધારણ કરતા હતા. દેશદેશની હવાને નિહાળતો રત્નશિખ અનુક્રમે ભયંકર અટવામાં આવ્યો
એ ભયંકર અટવીમાં તે હિંમતપૂર્વક કેઈને પણ ભય રાખ્યા સિવાય આગળ વધે તો એક ભયંકર અને વિકરાળ, વિચિત્ર ગજરાજ એણે જે, એ વિકરાળ ને મદોન્મત્ત હસ્તી નિરંકુશપણે વનની હવા ભેગવતો હતો. તે દરમિયાન તેની નજર સામે આવી રહેલા આ નર પર પડી.
પિતાની સામે આવતા આ નરને જોઈ ધુંવાપુવા થયેલ ને બીજાની હાજરીને નહિ સહન કરનારે ગજરાજ ક્રોધથી ધમધમતે એ પુરૂષને હણવાને તેની તરફ ધસ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com