Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૨૩૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજકુમાર એ શિખામણની વાતનો અનાદર કરી પોતપિતાના સૈન્ય સાથે લડવાને તૈયાર થઈ ગયા. તેમની સામે રવિતેજ રાજા પણ પોતાના સૈન્ય સાથે ચડી આવ્યો. રવિતેજ રાજાને યુદ્ધે ચડતા જોઈ પેલો સામાન્ય વીણાધારી રાજાને નિવારતે બો. “મહારાજ ! તમે પ્રેક્ષક તરીકે જુઓ કે હું એમનું રણકૌતુક કેવી રીતે પૂર્ણ કરૂં છું તે.”
રાજાને અટકાવી સામાન્ય વીણાધારી નર રથ ઉપર આરૂઢ થઈને એ રાજકુમારની સામે આવી યુદ્ધ કરવા લાગે, ધનુષ્ય ઉપર બાણ ચઢાવી એક પછી એક બાણને છોડતો તે નર દયાથી કેઈન રથની દવા છેદી નાખત, કેઈના સારથીને તો કેઈનું ધનુષ્ય તોડી નાખતો, કોઈના અને તે કેઈના હાથી અગર કેઈના રથને નુકશાન કરતા એ સામાન્યરે બધાઓને મુંઝવી દીધા, શત્રુસેના કુમારના મારાથી અસ્તવ્યસ્તપણે નાસ ભાગ કરવા લાગી.
વિચારમાં પડેલા શત્રુઓ મનમાં લજજા પામતા “અરે આ એકલે હોવા છતાં આપણને મુઝવે છે શું ? અને બમણા જોરથી તેઓ યુદ્ધ કરવા લાગ્યા.
એ બળવાન પુરૂષે દયા લાવી કેઈને ન મારતાં વિદ્યા : વડે કરીને નાગપાશથી બધાને પ્રતિબદ્ધ કરી મૂચ્છિત કરી દીધા. યુદ્ધની પૂર્ણાહુતિ પછી એના પરાક્રમથી બધા આશ્ચર્ય પામ્યા.
રવિતે જ રાજા પણ આ નરનું પરાક્રમ જોઈ તાજુબ થઈ ગયે, “આ પરાક્રમી નર કેણ હશે?” મનમાં વિચાર કરતે તે વારંવાર એ સામાન્ય વિણાધારીને જોવા લાગ્યો, રાજાના મનનું સમાધાન કરવાને કુમારને મિત્ર છે,
રાજન ! શત્રુઓના ગર્વનું મર્દન કરનાર આ ઉત્તમ અને બળવાન પુરૂષ જ અમારે નેતા, તેમજ વિમલકીર્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com