Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
.
-
--
૨૩૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
=
=
=
=
જણાય નહિ, એ દરમિયાન દૂતો દ્વારા અનેક દેશના રાજકુમારે પણ પોતાના પરિવાર સાથે આવી ગયેલા હતા, તેમના સ્વાગત માટે યોજેલા રાજપુરૂષોએ તેમને માટે વ્યવસ્થા કરી હતી. આ તરફ મનોહર દેવસભા સમાન સ્વયંવર મંડપ પણ તૈયાર થઈ ગયે.
સ્વયંવરના દિવસે રાજકુમારે સુશોભિત વસ્ત્રાલંકારેથી સુસજ્જ થઈને મંડપમાં આવવા લાગ્યા, તેમને મંડપના પુરૂષે પોતપોતાને ગ્ય સ્થાનકે બેસાડવા લાગ્યા, સારાય નગરમાં આજે સ્વયંવરના દિવસને ઉત્સવ હતો, અનેક વાર્દિાના ઘેરા નાદથી આકાશ છવાઈ રહ્યું હતું. નગરને પણ વિજા, પતાકાઓથી સુશોભિત બનાવ્યું હતું, નગરના નરનારી આજે કામધંધાથી પરવારીને આનંદ માંજ મશગુલ હતાં
મંડ૫માં જવાને તૈયારી કરતા દેવરથ કુમારના મનમાં એકાએક નવીન વિચાર ફર્યો. “અરે! આ સુંદર અલંકાર અને આભૂષણોથી રાજબાળા લેભાઈ જશે શું! અનેક રાજકુમારે પોતપોતાના વૈભવથી અન્યને આંજી નાખતા શૃંગાર સજવામાં આજે ન્યૂનતા રાખશે નહિ છતાંય વિજ્ઞાનવતી રાજબાળા બધામાંથી માત્ર એકજ વરને વરશે. માટે આવા સ્વયંવરને હર્ષ શકશે? જેનું મેરુ તપબળ હશે ને ભવાંતરમાં કન્યા સાથે જેને રૂણાનું બંધ હશે તે જ આ બધામાં જીતી જશે-બાકી બધાને પરાભવ તે સમાનજ ગણાશે તો મારા પુણ્યના નિર્ણય માટે હું પણ કાંઈક કૌતુક કરું,
દેવરથ કુમારે પિતાની સરખી આકૃતિવાળા પિતાના મિત્રને પિતાનું પદ અર્પણ કરી સ્વયંવર મંડપમાં મોકલ્યા. વેકિય લબ્ધિથી પિતે પિતાનું રૂપ બનાવી હાથમાં વીણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com