Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
ર
ન હોવા છતાં ભાવચારિત્ર અથવા ચારિત્રના પરિણામને ધારણ કરતા રાજા દેષરહિત અનશનને કરીને કાલધર્મ પામી સાતમા મહાશુક્ર દેવલોકને વિષે સત્તર સાગરેપમના આયવાળે દેવ થયે ત્યાં ધર્મરૂપી કલ્પવૃક્ષના ફલને ભેગવવા લાગ્યો.
કનસુંદરી પણ રાજાની સાથે વિશુદ્ધ એવા શ્રાવિકા ધર્મનું આરાધન કરી અનેક પ્રકારનાં તપને કરતી શરીર ક્ષણ તેજવાળી થઈ છતી મરણ પામીને સાતમાં સ્વર્ગ વિષે તે જ વિમાનમાં સત્તરસાગરોપમના યુવાને દેવ થયે
પરિચ્છેદ ૪થો દેવરથ અને રત્નાવલી.
–(૦)–
સાતમા ભવમાં, प्रणम्य परया भक्त्या, पार्श्वनाथं जिनोत्तमम् । चतुर्थसर्गसंबंधः प्रोच्यते शुद्धभाषया ॥१॥
ભાવાર્થ—અત્યંત ઉત્કૃષ્ટ ભક્તિવડે કરીને જીનેને વિષે ઉત્તમ એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને ચેથા સગને સંબંધ શુદ્ધ ગુજરાતી ભાષામાં હું કહીશ
આ જંબુદ્વિપના પૂર્વવિદેહને વિષે સુકચ્છ નામની વિજયમાં સુરપુરી સદશ અયોધ્યા નામે નગર આવેલું . છે, કે જે શહેરના પ્રાસાદની ઉપર મધુર કિલકિલાટ કરતા
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com