Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૧૭,
કરી શ્રીવાહન રાજાના બુદ્ધિસાગર મંત્રીની સુદત્તા નામે પ્રિયાથકી પુત્રપણે ઉપન્ન થયે રાજપુત્રનું નામ પ્રિયંકર અને મંત્રી પુત્રનું નામ મતિસાગર પાડયું. - વૃદ્ધિને પામતા બન્ને કુમારે પરભવના સ્નેહથી આ ભવમાં પણ એક બીજાના વિયેગને સહન નહી કરતા સાથે રમતા, સાથે ખાતા ને સાથે જ ખેલતા હતા, વિદ્યાભ્યિાસ પણ સાથે કરતા ને સાથે જ રહેતા હતા. ક્ષણભરની જુદાઈ પણ તેઓ સહન કરી શકતા નહિ. શસ્ત્ર શાસ્ત્ર અને કળા કૌશલ્યમાં પાવરધા બની ગયા. કિમે કરીને સીજનેને પ્રીતિ કરવામાં સુલભ નવીન યૌવનને આંગણે આવ્યા. તેઓ લલિત લલનાઓને પ્રાર્થના કરવા યોગ્ય થયા,
શ્રીવાહન નરપતિએ રાજકુમાર પ્રિયંકરને યૌવન અવસ્થામાં આવેલ જાણી અનેક રાજાઓની કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું. મંત્રીએ પણ મતિસાગરને અનેક મંત્રી પુત્રીઓ સાથે પરણાવ્યું. પોતપોતાની પત્ની સાથે અનુપમ સુખને ભેગવતા રાજકુમાર અને મંત્રીપુત્ર, જિતા એવા કાલને પણ જાણતા નહિ, જીવને સુખમાં સમય શિઘતાથી પસાર થઈ જાય છે ત્યારે દુ:ખમાં...
એક દિવસે શ્રીવાહન નરપતિએ ગુરૂને ઉપદેશ શ્રવણ કરી સંસારસાગરને અસાર જાણુતા અને વિષયને નિરસ માનતા તેમજ સ્ત્રીઓને નરકની દુતી સમાન ગણનારા તેમણે રાજકુમાર પ્રિયંકરને રાજ્ય ઉપર સ્થાપન કર્યો, દેવ મંદિરમાં મહાન પૂજાઓ રચાવી, અષ્ટાહનિકા મહોત્સવપૂર્વક સંસારસાગરને તારનારી દીક્ષાને શ્રીકૃતસાગર ગુરૂ પાસે ગ્રહણ કરી, પોતાના સ્વામિ સાથે બુદ્ધિસાગર મંત્રીએ પણ મતિસાગરને મંત્રીપદે સ્થાપન કરી ચારૂ એવું મોક્ષ લક્ષ્મીને આપના ચારિત્ર અંગીકાર કર્યું. એ રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com