Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૦૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ચિત્ત અગ્નિમાં રહેલા કાજીની માફક પ્રજળી રહ્યાં છે તે તમારા દર્શનરૂપી જળથી શાંત થયાં. કારણ કે ઉદાર ભાવનાશાળી પુરૂષા હમેશાં પરોપકાર કરવાના સ્વભાવવાળા હોય છે. માટે હે રાજકુમાર ! તમે આ અંગદેશની રાજલક્ષ્મીને ગ્રહેણ કરી અમારા સ્વામીના મનારથ પૂ કરો. છ
મતિવનમ’ત્રીની વાણી સાંભળી કુમાર ક'ઈક આશ્ચય પામ્યા. મત્રિન્ ! ગુસેન જેવા તમારે નવયુવાન રાજા છતાં તમે નવા રાજાની ઇચ્છા કરી છે એ ખુબ નવાઇ ભરેલું છે, જરા સ્પષ્ટતાથી કહે ? શું હકીકત છે તે ? આતુરતાપૂર્વક અંદરના ભેદ જાણવાને ઈચ્છતા રાજકુમારની ઇચ્છા તૃપ્ત કરતા મત્રી એલ્યા.
રાજકુમાર ! આ નગરમાં શ્રીકેતુ નામે રાજા હતા, વૈજય’તી નામે પટ્ટરાણી હતી, રાજાના ચિત્તને અનુસરનારી હતી. ન્યાયથી પ્રજાનું પાલન કરતા એ ધર્મપરાયણ રાજા પાતાના કાલ સુખમાં વ્યતીત કરતા હતા. એક દિવસે રાજસભામાં વિવિધ વાર્તાલાપ થતાં એક જણે પ્રશ્ન કર્યાં. આપણા નગરમાં સુખીમાં સુખી કોણ ?”
ભાગ્યવતામાં મુગુટમણિ તુલ્ય વિનયધર નામે વ્યવહારીયા આપણા નગરમાં દેવતાને પણ ઇર્ષ્યા આવે તેવું સુખ ભેાગવે છે”. ફાઇક ભટ્ટેરાજે જવાબ આપ્યા. “શું રાજાથી ય વધારે ?” કોઈએ શકા કરી. હા! વધારે !” એ ભટ્ટ નિડરપણે એક્લ્યા. ભદનરાજ કામદેવ સમાન એ શેઠ રૂપલાવણ્યવાળા છે. કુબેરભંડારીની માફક એના ધનભડાર ભરેલા છે, તેમજ દેવાંગનાઓના તિરસ્કાર કરે તેવી અને શેઠના પડતા એટલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com