Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૭૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એ ચિત્રકારની વાણી સાંભળી રાજાએ મંત્રી સામે જોયું. મંત્રીના કહેવાથી રાજાએ પુરંદરયશાનું યથાર્થ સ્વજય ચિત્રપટ ઉપર આલેખાવી બેલવામાં ચતુર એવા નિપુણ પુરૂ સાથે એ ચિત્રપટ શ્રીમંદરપુરનગર તરફ નરશેખર રાજા પાસે મોકલ્યું.
સંધ્યા સમયે એ પુરૂષ શ્રીમંદરપુર આવી પહોચ્યા ને નરશેખર રાજાને મલ્યા. એ ચિત્રને જોઈ રાજા ખુશી થયા, ને એ પુરૂષને ઉતારા માટે વ્યવસ્થા કરાવી આરામ માટે તેમને રજા આપી. રાજા નરશેખર પણ રાજકુમારની વિરક્ત ભાવનાથી ચિંતાતુર રહેતો હતો. સ્વયંવર આવેલી કન્યાઓ સાથે પાણિગ્રહણ કરવા માટે રાજાએ કુમારને ઘણા સમજાવ્યો પણ વૈરાગ્યવાન એ કુમારે એ રાજકન્યાઓ તરફ દષ્ટિ માત્ર કરીને જોઈએ નહિ, ત્યારે આ પુરંદરયાનું ચિત્રપટ જોઈને રાજકુમારનું મન આકર્ષાશે શું?
પુરંદર,શા. “વાહ! કેવું અદભૂત સૌંદર્ય! આવું જગત મેહનીયરૂપ તે મેં આજેજ જોયું ? આ તે ગાંધર્વ કન્યા કે નાગકન્યા, વિદ્યાધરબાળા કે દેવબાળા ! શું મનુષ્યમાં તે આવું સૌંદર્ય સંભવી શકે?” દેવતાઓને ક્રીડા કરવાને વદનવન સમાન રમણીય ઉદ્યાનમાં ફરતા એક નવજવાનની નજર સુવર્ણનાં સોપાનવાળી રમણીય વાવડીના કાંઠે થયેલી બાળા ઉપર પડી, એ દષ્ટિ ત્યાંજ સ્થિર થઈ ગઈ શીખ રૂતુના તાપથી કલેશ પામેલો માનવી વૃક્ષની છાયાતે જોઈ લલચાય તેમ આ નવજવાનની નજર પડતાં પ વ જોયેલી વસ્તુમાં એનું ચિત્ત લુબ્ધ થઈ ગયું. યુવક ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com