Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહસત્ર ધ
૧૮૫
કુંડલ પિતાની છાયામાં દેવતાની માફક સુખ ભોગવતા પોતાના કાલ વ્યતીત કરતા:હતા, સુખમાં મનુષ્યા દેવતાની માફક જતા કાલને પણ જાણતા નથી.
એકદા નરશેખર રાજા શત્રુની સામે યુદ્ધે ચડયા. ત્યાં શત્રુ સાથે યુદ્ધ કરતાં રાજાને કારમા ઘા લાગ્યા, એ ઘાની પીડાથી રાજા તરશેખર આયુષ્ય પૂર્ણ કરીને પરલેાક સિધાવી ગયા. પિતાના મરણથી રાજકુમાર દુ:ખી દુ:ખી થઈ ગયા. રાજ્ય અને ભાગથી વિરક્ત થઇ ગયા. “અરે અરે ! લક્ષ્મી, વિત, યૌવન, પરિવાર અધુ અનિત્ય છે. જે કાલે હેાય છે તે આજે નથી હાતું, જે આજે છે તે કાલે નથી હાતુ ભેગા એ તા રોગાને કરનારા છે. સચાગ છે ત્યાં એક દિવસે વિયેાગ આવવાના છે. સસારની એવી ક્ષણભંગુર મામતમાં પ્રાણીને સુખ તે ક્યાંથી હોય ? હે જીવ! સસારના એવા કયા સુખમાં તુ' રાચી માચીને આન માની રહ્યો છે કે પેાતાને અમર માનીને સંસારના સાહમાં લપટાઇ રહ્યો છે ? પણ અરે મૂઢ ! તુ એટલુય નથી જાણતા કે—જન્મ, જરા અને મૃત્યુ, રોગ, શાક અને સંતાપ પ્રતિદ્વિવસ તારા નાશ કરી રહ્યા છે. માતાપિતાને વિષે જે સ્નેહ છે તે પણ દુ:ખદાચી છે. આ તે બધું પખીના મેળા જેવું છે. રાત્રીએ એકત્ર થયેલાં પ`ખીઆ પ્રાત:કાળે વૃક્ષ ઉપરથી જેમ ભિન્ન ભિન્ન માર્ગે ઉડી જાય છે તેમજ માતાપિતાકિ પરિવારપણ મૃત્યુ પછી કચીકચી ગતિમાં ચાલ્યા જાય છે તે આપણે શી રીતે જાણીએ ?
અરે આ દુ:ખમય સસારમાં માતા મરીને પ્રિયા થાય છે ને પ્રિયા તે બીજા જન્મમાં માતા થાય છે. પુત્ર તે પિતા થાય છે તે પિતા પુત્રપણાને પામે છે. શત્રુ હાય. છે તે ભાઈ થાય છે.ત્યારે ભાઈ ક્વચિત્ શત્રુપણે ઉત્પન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com