Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૮૭ પ્રદક્ષિણાપૂર્વક જીનેશ્વરને નમીને પોતે પોતાને ગ્યસ્થાનકે બેઠે. બીજે પરિવાર પણ પાતપિતાને યોગ્ય સ્થાનકે બેઠે. ભગવાને રાજાના ઉપકારને માટે દેશના દેવી શરૂ કરી, કે “આ પારાવાર રહિત સંસારમાં પ્રાણુઓ ચોરાસી લાખ જીવનિમાં પરિભ્રમણ કરે છે. એમને મનુષ્યભવ પ્રાપ્ત થ બહુ જ દુર્લભ છે એ મનુષ્યભવ દશ. દુષ્ટોતે પણ દુર્લભ કહ્યો છે. એવા દુર્લભ મનુષ્યભવ પામીને પણ જે માણસ સંસારમાં રાચી માચીને હારી જાય, ધર્મકર્મ વગર એ લાખેણુ મનુષ્ય જીવન નકામુ જાય તે પછી એ દોહ્યલ નરભવ કરીને શી રીતે પ્રાપ્ત થાય?
મનુષ્યભવમાં મનુષ્યપણાએ સર્વે સમાન હોવા છતાં ઉચ્ચ, નીચ, ગરીબ તવંગર, અમીર ફકીર, રંક અને રાજા એ બધો તફાવત પોતપોતાના કર્મને લઈને સંસારમાં જોવાય છે. કેટલાક ધમીજને આત્મહિતમાં મગ્ન હોય છે. ત્યારે કેટલાક પાપકાર્યમાં રચ્યાપચ્યા આનંદ માની રહ્યા છે. મનુષ્યભવમાં પણ આર્યક્ષેત્રમાં ઉત્પન્ન થનારને ધર્મની સામગ્રી પ્રાપ્ત થવાને સંભવ રહે છે, અનાર્યને નહિ ઉત્તમ જાતિ, ઉત્તમ દેશ, દીર્ધાયુષ્ય, નિગીપણું, શ્રેષ્ઠ બુદ્ધિ અને પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી સંપત્તિ એ બધીય એક એકથી દુર્લભ વસ્તુઓ મોટા પુણ્યાનુગથી જ મેલી શકે છે, એ સામગ્રીને મેળવી જેઓ એનો સદુ ઉપયોગ કરી આત્મહિત સાધે છે. તેઓ જ ભવસાગર તરી જાય છે. આ દુ:ખથી ભરેલા નરભવને પામીને મનુષ્ય સદ્દઉપયોગ કરે તો જ બાજી જીતી જાય છે નહિતર મનુષ્યપણુ પામ્યાની સાર્થકતા પણ શી?
નારકીમાં નરકના છ સદાકાલ દુ:ખમાં પિતાને કાલ વ્યતીત કરે છે તિર્યંચાને પણ ભૂખ, તરસ, પરવશતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com