Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૧૨૩
એક દિવસે રાજા જ્યારે બુદ્ધિસુંદરીની પાસે આવ્યો ત્યારે રાજાને એ પુતળી બતાવી, એ મનહર કામસ્વરૂપે મૂર્તિને જોઈ રાજા છક થઈ ગયો
આહા! શી સુંદર કારિગરી! આ તો આબેહૂબ તુંજ )
“મારા કરતાંય રૂપરંગમાં વધે તેવી છે કે નહિ રાજા?” “બેશક, જરૂર.” રાજાએ અનુમતિ આપી.
આપ રાત દિવસ એને આપને અંત:પુરમાં રાખો, એને જોઈને આપ ખુશી થાવ ને મને આ બંધીખાનામાંથી મુક્ત કરો.” બુદ્ધિ બોલી,
અં હ! એ તો નહિ ” “રાજા કટાણું મોં કરીને બોલ્યો.”
મારા કરતાં આ અધીક છે, રાજન ! એનાથી આપ રાજી થશે મારાથી નહિ.” બુદ્ધિએ દલીલ કરી
કારણ?” આતુરતાથી રાજા છે .
“આ મદનથી ભરેલી છે. મદનવતી છે ને હું તે મદનરહિત છું.” બુદ્ધિસુંદરીએ એમ કહીને એ પુતળી રાજાની આગળ ફેંકી, જમીન ઉપર પછડાવાથી એ ભાગી ગયેલી વિરૂપ થયેલી પુતળીમાંથી દુર્ગધને ફેલાવતા અનેક અશુચિ પદાર્થો નિકળી પડ્યા. રાજા એ દુધ ન સહેવાથી ચાર ડગલાં પાછળ હટી ગયે.
પ્રિયે! આ શું ? બાલક પણ ન કરે એવું નિંદ્ય તે આ શું કર્યું ?'
“રાજન ! મારા હાથે ઘડેલી આ પુતળી મારા કરતાં પણ અધિક હતી. હું તે એનાથી હીન છું, જળ અને અગ્નિથી આની શુદ્ધિ તે થઈ શકશે પણ સુવર્ણ અને રત્નના સંસ્કારથી ય મારી શુદ્ધિ નહિ થાય !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com