Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૫૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સારૂય પતનપુર રાજકુમારની અપૂર્વ દ્ધિ જેવાને ઉલટયું. નગરને શણગારવામાં બુદ્ધિમાનેએ પોતાની બુદ્ધિ ખચી નાખી, રાજકુમારના પ્રવેશ મહોત્સવ માટે મોટી ધામધુમ થવાં લાગી. રાજમાર્ગો, નાનામોટા રસ્તાઓ તોરણે અને પચરંગી વાવટાઓથી શોભવા લાગ્યા, અનેક પ્રકારે માંગલિક વાદિ વાગવા લાગ્યાં. એવા મોટા મહાસવપૂર્વ કમલસેન નૃપ પોતનપુરમાં પ્રવેશ કરી પિતાના ચરણને વિષે ના,
શ્રેષ્ઠ શું? સામ્રાજય કે સંયમ ?” पकात्पनं मृदः स्वर्ण, नवनीतं च तक्रतः । रत्नं यथोपलात्सारं, नृत्वाद् धर्मार्जन तथा ॥१॥
ભાવાર્થ...આ જગતમાં સારભૂત શું છે? જેમ કાદવમાં ઉત્પન્ન થયેલું કમલ સારભૂત છે, જેમાં માટીમાંથી ઉત્પન્ન થયેલું સુવર્ણ સારભૂત છે, છાસમાંથી નિકળેલું માખણ જેમ સારભૂત છે, અને પત્થરની જાતિમાં જેમ રત્ન સારભૂત છે તેવી રીતે મનુષ્ય જન્મમાં ધર્મ ઉપાર્જન કરે તે સારભૂત છે, - દિગવિજયી પુત્ર કમલસેનને પિતાએ સ્નેહથી આલિંગન કર્યું. સમૃદ્ધિ સહિત પુત્રને જોઈને એ પિતાના વાત્સલ્યની સીમા રહેતી નથી. આખાય નગરના નરનારીઓના આનંદની તો વાત જ શી ? અનેક સૌભાગ્યવંતીઓએ કટાક્ષ પૂર્વક જોયેલો એ રાજકુમાર કનસેન આજે તે કઈ જુદો જ હતો. રાજમહેલમાં પિતાને નમ્યા પછી માતાનેય નયે,
પુત્રના વિગથી દુ:ખી થતી માતા જાણે પિતાનું દુ:ખ બહાર કાઢતી હોય તેવી રીતે હર્ષાશ્રને વહેવડાવતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com