Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૭૧ અરિહંત ભગવાનના બિંબને જોઈને જેઓને અપ્રીતિ થાય છે તેમના ભારે કમપણાની અમે શું વાત કરીયે? તેથીજ સુજ્ઞ પુરૂષે અહન બિંબ તેમજ તેમના લિંગ (વેષ) ને જોઈને વેર વિરોધને ત્યાગ કરવો જોઈએ. મિથ્યાત્વરૂપી અંધકારને નાશ થઇને જ્યારે સમક્તિરૂપ સૂર્યને આત્મામાં પ્રકાશ થાય છે ત્યારે જ દેવ ગુરૂ અને ધર્મ આદિ ઉત્તમ પદાર્થ ઉપર આત્માને અવશ્ય પ્રીતિ થાય છે. જે સમક્તિની પ્રાપ્તિ જ્ઞાનીઓએ દુર્લભમાં દુર્લભ વર્ણવી છે. શિવ સપાનનું પ્રથમ પગથીયું એ સમતિ,
સુંદર ભાવની પરંપરાથી વૃદ્ધિ પામતા પરિણામે એક દિવસે એ કીર યુગલને ભગવાનને પૂજવાનો વિચાર થ, ભાવિ કલ્યાણુવાળા ને જે શક્ય છે, વિદ્યાધર રહિત ભગવાનને એકાકી જોઈને આમ્રવૃક્ષની મંજરીઓ લાવી એકદા એ શુકશુંકીએ ભાવથી ઉલ્લાસ પામતાં એ ભગવાનને પૂજ્યા, ભગવાનના ચરણ, કર્ણ અને મસ્તકને સહકાર મંજરીથી શણગાર્યા અને ભાવના-પ્રાર્થના કરી
જ્યારે જ્યારે એકાંત અવસર મલતો ત્યારે તે સમયને લાભ એ શુકશુકી લેતાં ને જીનેશ્વરને સહકારમંજરીથી અને વનના પુષ્પોથી અર્ચતાં, એ શુભભાવ અને શુભકાર્યને પરિણામે એ બએ તિર્યંચ નામકર્મને નાશ કરી શાતાવેદનીય સહિત મનુષ્યનું આયુ બાંધ્યું. અનાગપણે કરેલી પણ જીનપૂજા પ્રાણીને શું નથી આપતી ?
જબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં રમણીય નામે વિજયને વિશે શ્રીમંદપુર નગરના નરશેખર રાજાની કીર્તિમતી રાણીની કુક્ષિને વિશે પિલો શુક કોલ કરીને પુત્રપણે ઉત્પન્ન થયો. તે સમયે ઉત્તમ ગર્ભના પ્રભાવથી રણુએ સ્વમામાં સૂર્યમંડલ સરખું તેજસ્વી કુંડલ જોયું. સ્વમ ઈ રાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com