Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવના સ્નેહસ બધ
૧૬૫
સુખમાં શું ખામી હશે ?” રાજકુમારી ચિત્રપટના સ્વરૂપને ખેતી એની પ્રશસા કરવા લાગી.
જરાય નહિ, રાજમાળા ! તારા ભાગ્ય અદ્ભૂત છે.” મારાં શી રીતે? શું મને એ પ્રાપ્ત થઈ શકે કે ?” શા માટે નહિ ?” સખીએ રાજકુમારીને કહ્યું, “આ ચિત્રપતે જોતાં સીએ તા માહ પામે પણ પુરૂષાય આને જોતાં એકાગ્ર થઇ જાય તે એમાં આશ્ચર્ય શુ? રાજસભામાં રાજા વગેરે બધાય આ રૂપને જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા, આ સ્વરૂપ આગળ બધી સભા નિસ્તેજ થઇ ગઇ, ઝાંખી થઇ”
“સખી! તુ” પ્રશંસા કરે છે તેવાજ આ રાજકુમાર એ મલકે તેથીય વધારે. મારા જેવી તે આ ઉત્તમ નરની પ્રાપ્તિ શી રીતે થઇ શકે ?”
કનકસુંદરીનાં વચન સાંભળી એક ચતુર સખી મેલી, ઇસખી ! આ પુરૂષને યોગ્ય એવું એક નવું સૌ ભરેલું તારૂ સ્વરૂપ ચિત્રપટમાં આલેખ છ રાજકુમારીએ પાતાનુ... સૌ આબેહુબ રીતે ચિત્રપુટમાં આલેખી દીધું, રાજકુમારીની ચિત્રકળાની પ્રાસા કરતી સખીઓએ એ ચિત્રપટ રાજાની સમક્ષ હાજર કર્યું. સાથે સાથે રાજકુમારીની અભિલાષા પણ વ્યક્ત કરી દીધી. રાજકુમારીના અભિપ્રાયને જાણી રાજા ખુશી થયા, એ લાવણ્યના ભંડાર સમાન રાજકુમારીનું ચિત્ર જોઇ પેાતાના પ્રધાન પુરૂષોને વિવાહ માટે મિથિલાનગરી તરફ રવાને કરી દીધા. તેઓએ મિથિલાનગરીમાં મેઘરાજાની સભામાં આવી રાજાને પ્રાર્થના કરીને નસુ દરી રાજકુમાર દેવસિંહને આપી.
મેઘરાજાએ એ પ્રધાન પુરૂષાની વિનતિ સ્વીકારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com