Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
--
-
-
-
ગુણસુંદરી. નવયૌવન વયમાં આવેલી કુમારિકા ગુણસુંદરીનું લાવણ્ય ખુબ આકર્ષક બની ગયું હતું. જાણે નુત્યદેવીસાક્ષાત નૃત્ય કરવાને રંગભૂમિ ઉપર ઉતરી પડ્યાં હેય, એવી એની અજબ ચાલ સૌ કોઈના દિલને લોભાવી રહી હતી. એને મધુર અને તાલબદ્ધ નૂપુર રણકાર, નાજુક ગરદનનો મરોડ ને ગજગામિનીની માફક એની છટા એના લાવણ્યને અદભૂત રીતે શોભાવતાં હતાં. એ અનુપમ ગુણસુંદરી નામ પ્રમાણે ગુણવાળી પણ હતી. નવીન અભ્યદયવાળી છતાં ઉશ્રૃંખલકે સ્વચ્છેદી નહોતી, અભિમાની કે ઉદ્ધત નહતી પણ વિનયવાન, ગંભિર તેમજ સમયની જાણકાર એ બાળા ધર્મરસિકા શીલના આભૂપણવાળી હતી.
સુષ પુરોહિતની આ તનયા પર એકદિવસે તેનીજ જ્ઞાતિના વેદરૂચિની નજર પડી, મોરલીના મધુરા નાદે જેમ મણીધર ડાલાયમાન થાય, દીપકની કાંતિને જોઈ પતંગીયુ જેમ હાલહવાલ થાય તેમ વેદરૂચિ કામની પીડાથી આકુળ વ્યાકુળ થઈ ગયે મંગથી સ્થભિત થયેલા નાગની માફક જડવત બની ગયેલો વેદરૂચિ એની ઉપર ચોંટેલી પિતાની દષ્ટિને પણ ખેંચી શક્યું નહી. સખીઓ સાથે કીડા કરતી બાળા નજરથી દૂર ગઈ છતાં એની દષ્ટિ તે એ પ્રમાણે જ સ્થિર થઈ ગઈ.
એના મિત્રોએ એને સમજાવી એના ઘેર પહોંચાડ્યો પણ હૃદયશુન્ય બનેલ વેદરૂચિ ગુણસુંદરીના રૂપને ભૂલી શકશે નહિ. વારંવાર એ બાળાના સૌંદર્યનું સ્મરણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com