Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને નેહસંબંધ
૧૫
ગુણવાળે હતે. પ્રૌઢ વયને છતાં પોતાના બળથી તે જગતને તૃણ માત્ર ગણનારો હતો. ત્યાં આ બાળક કમલસેનને એને શું હિસાબ !
સિંહની માફક ગર્જના કરતા બન્ને રણે ચડ્યા. બન્ને એક બીજાના ઘાને સુકાવતા એક બીજા પર ઘા કરવાની તક શોધવા લાગ્યા. પોતપોતાનાં અનેક આયુધ એકબીજા સામે ફેંકવા લાગ્યા, ભાલા, મુગલ, ફરસી, તલવાર વગેરેનો ઉપયોગ કરતા શત્રુને થકવવા લાગ્યા. પૂર્વના વેરને સંભારી જાણે ડારો લડતા હોય એમ લડતા આખરે શસ્રાન્સથી પરવારી તેઓ હાથોહાથની લડાઈ ઉપર આવી ગયા. બન્ને શૂરવીરે પોતાના અદભૂત પરાક્રમને પરિચય કરાવતા હતા, ક્ષણમાં કુમારને છત દેખાતી તે ક્ષણમાં સમસિહની, " અકસ્માત સમરસિંહને ઘા લાગવાથી તે રણભૂમિ ઉપર મૂચ્છિત થઈને પડ્યો, એના લશ્કરમાં હાહાકાર થયો. રાજા કમલસેને શસ્ત્રને ફેંકી દઈ ઝટ એ રાજાનું મસ્તક પોતાના ખોળામાં લઈ લીધું, શીતલ જળ મંગાવી સિંચન કરી બીજા પણ અનેક ઉપચાર કરી સમરસિંહને સાવધાન કર્યો. હિંમત આપતાં કમલસેન બે૯, હે રાજન ! તમે નામથી જેવા સમરસિંહ છે તેવા કાર્યથી પણ છે, માટે ખેદ ન કરે. પ્રસન્ન થાઓ ને ફરીને શસગ્રહણ કરો | કમલસેન રાજાની વાણી સાંભળી સમરસિંહ વિચારમાં પડ્યો. “ હે! શું એની ગંભીરતા, શું એનું પરાક્રમ, શી એની ખાનદાની? કઈ રાજવંશી ઉત્તમ નર જણાય છે. વૃદ્ધ થવા છતાં મારી લાભ વૃત્તિ ક્યાં! બાલક છતાં એની વિનયશીલતા ક્યાં હવે તો મારે આ ભેગાસક્તિ છેડીને ગાભ્યાસ કરવો એજ કલ્યાણકારી છે. એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com