SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ ૧૨૩ એક દિવસે રાજા જ્યારે બુદ્ધિસુંદરીની પાસે આવ્યો ત્યારે રાજાને એ પુતળી બતાવી, એ મનહર કામસ્વરૂપે મૂર્તિને જોઈ રાજા છક થઈ ગયો આહા! શી સુંદર કારિગરી! આ તો આબેહૂબ તુંજ ) “મારા કરતાંય રૂપરંગમાં વધે તેવી છે કે નહિ રાજા?” “બેશક, જરૂર.” રાજાએ અનુમતિ આપી. આપ રાત દિવસ એને આપને અંત:પુરમાં રાખો, એને જોઈને આપ ખુશી થાવ ને મને આ બંધીખાનામાંથી મુક્ત કરો.” બુદ્ધિ બોલી, અં હ! એ તો નહિ ” “રાજા કટાણું મોં કરીને બોલ્યો.” મારા કરતાં આ અધીક છે, રાજન ! એનાથી આપ રાજી થશે મારાથી નહિ.” બુદ્ધિએ દલીલ કરી કારણ?” આતુરતાથી રાજા છે . “આ મદનથી ભરેલી છે. મદનવતી છે ને હું તે મદનરહિત છું.” બુદ્ધિસુંદરીએ એમ કહીને એ પુતળી રાજાની આગળ ફેંકી, જમીન ઉપર પછડાવાથી એ ભાગી ગયેલી વિરૂપ થયેલી પુતળીમાંથી દુર્ગધને ફેલાવતા અનેક અશુચિ પદાર્થો નિકળી પડ્યા. રાજા એ દુધ ન સહેવાથી ચાર ડગલાં પાછળ હટી ગયે. પ્રિયે! આ શું ? બાલક પણ ન કરે એવું નિંદ્ય તે આ શું કર્યું ?' “રાજન ! મારા હાથે ઘડેલી આ પુતળી મારા કરતાં પણ અધિક હતી. હું તે એનાથી હીન છું, જળ અને અગ્નિથી આની શુદ્ધિ તે થઈ શકશે પણ સુવર્ણ અને રત્નના સંસ્કારથી ય મારી શુદ્ધિ નહિ થાય !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy