________________
૧૨૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
- રાજાએ બુદ્ધિસુંદરીની વાત ઘવાયેલા જીગરે માન્ય કરી-એને રાજી કરી. રાજા પોતાના અંતઃપુરમાં ગયે, મંત્રીને પત્ની સહિત કારાગ્રહમાં પૂરવાથી નગરીમાં હાહાકાર થયો મહાજનવર્ગ આવીને રાજાને સમજાવવા લાગે બીજા પણ મંત્રી વગેરેએ રાજાને સમજાવ્યો. મહારાજ! એ મંત્રી નિર્દોષ અને નિષ્કલંક હેવાથી આપે તપાસ કર્યા વગર એને પકડી જેલમાં પૂર્યો તે સારું કર્યું નથી. આપ એને છોડી મૂકે.” રાજાને ઘણો સમજાવ્યું
મંત્રીઓના સમજાવવાથી તેમજ લોકોના આગ્રહથી રાજાએ પ્રજાને રાજી કરવા માટે મંત્રીને કારાગ્રહમાંથી મુક્ત કરી, એનાં ઘરબાર અને સ્વાધીન કર્યા પણ બુદ્ધિસુંદરીને છોડી નહિરાજાની દાનત કે સમજી ગયા, પ્રજા ગમે તેવી તોય સત્તાધારી રાજાને શું કરી શકે? - બુદ્ધિસુંદરીના છુટકારા માટે રાજાએ તેને ઉદ્દેશીને કહ્યું, “જે મંત્રી પોતાની નિર્દોષતા માટે કાંઈ પણ દિવ્ય કરે તે હું એની પત્નીને છોડી દઉ” રાજાની આ હકીકત સાંભળી સર્વે દુભાતા હૃદયે પિતપતાને સ્થાનકે ચાલ્યા ગયા. લેકે તે સમજાવી શકે શિખામણના બે શબ્દ કહી શકે પણ એ સાથે વિરોધ કરી આતને કઈ ન નેતરી શકે
બુદ્ધિસુંદરી પણ કઈ કઈ વખતે રાજા આવતો ત્યારે વિનોદની બે વાતે સંભળાવી રાજાને રાજી કરતી હતી, તે દરમિયાન બુદ્ધિસુંદરીએ પોતાની જ આબેહુબ નકલ જેવી માષ પિંડની એક મનહર પુતલી તૈયાર કરી. રૂપ, રંગ, છટા, વસ્ત્રાભૂષણથી શણગારી આકર્ષક બનાવી, પિતાની બધી ય કળા, ચતુરાઈ એ પુતલી બનાવવા પાછળ ખર્ચી નાખી. જ્યારે તે તૈયાર થઈ ગઈ ત્યારપછીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com