________________
૧૨૧
એકવીશ ભવન નેહસંબંધ નાખી, અમારી ખીલેલી નવપલ્લવ વાડી વિખેરી નાખી, મારા કરતાં તો તમારા અંત:પુરમાં રાણીઓ કયાં ઓછી રૂપવતી છે? મારામાં તમે–એક અદના હીન જાતિમાં તમે શું અધીક જોયું કે જેથી અમારી ખાના ખરાબી કરી નાખી રાજા?” બુદ્ધિસુંદરી બોલી,
તારામાં શું નથી? દેવાંગનાઓને લજાવે તેવું સૌદર્ય, લાલિત્ય, કળા, અભિનય સર્વે કંઈ તારામાં છે તે અંતપુરની રાણીઓમાં નથી. તારી દાસી થવાનેય લાયક નથી. સુંદરી” રાજાએ પ્રેમને ઉભરે ખાલી કરવા માંડ્યો.
એ તમારી મટી જમણું છે રાજા! ઉત્તમ પુરૂષ કદિ હીનજાતિમાં લપટાતા નથી, રાજહંસ મેતીને ચારે મૂદી બીજાની તરફ નજર સરખી ય કરે છે શું ? મોટા ગજેકોના મદનું મર્દન કરનાર કેશરીસિંહ કદાપિ તૃણને અડકતો નથી રાજન ! બુદ્ધિસુંદરીએ રાજાને સમજાવવા માંડ્યો. - “અને છતાંય રાજાને ગમે તે રાણી. રાજાઓની પસંદગી જેની ઉપર ઉતરી એનાં તો ભાગ્યેજ ફરી જાય, મોટું ભાગ્ય હોય ત્યારેજ રાજાની મહેરબાની થાય સમજી? રાજાની રહેમ નજરથી તું રાજ્યરાણું થાય એમાં ખોટુંય શું ? સમજ કે તારે તો આજે અમીના મેહ વરસ્યા છે કે જેથી રાજ તારે આધીન થયા છે.”
“તમારે શું એજ નિશ્ચય છે મહારાજ ??
હા! તારા લાવણ્ય આગળ રાજલક્ષ્મીને હિસાબ પણ શુ ?
તો મારે નિયમ પૂર્ણ થાય ત્યાં લગી આ૫ રાહ જુઓ. બુદ્ધિસુંદરીએ કાળ વિલંબ કરવાને ઉપાય -શોધી કાઢયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com