Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
-
-
-
-
-
-
-
-
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૧૩ અને તે તારી પ્રાર્થના શી છે પ્રિયે? અરે તું કહે તે મારું મસ્તક ઉતારી હાજર કરું, તું કહે તે બધી કરદેશની રાજ્યલક્ષ્મી તારા ચરણમાં હાજર કર, બોલ? તારે હકમ હું શી રીતે અદા કરૂં ? પરસ્ત્રીના રૂપ લાવણ્યરૂપી દીપકમાં જળી રહેલા પતંગીયાની જેવા પામર પુરૂષે એ સિવાય બીજુ કહે પણ શું! - “રાજન ! ચાતુર્માસ પર્યત મારું વ્રત પૂર્ણ થવા દે! ત્યાં સુધી શીલભંગની યાચના કરશે નહિમારા મહેલમાં આવશે ય નહિ. રતિસુંદરીના આ ધડાકાથી રાજાનું હૃદય ઘવાયું “અરે એ શી રીતે બને? છતાં ભલે એ તારી પ્રાર્થના હું માન્ય રાખું છું. એમ કહી રાજા થવાતે હૃદયે ચાલ્યા ગયે, અત્યારે તે એના મનને અભિલાષ મનમાં જ રહી ગયે.
છએ વિગયો ત્યાગ કરી રતિસુંદરીએ આચાર્લી તપ કરવા માંડયું, ને તેમાંય એક ધાન્યથી નિભાવીને; ચાતુર્માસ પૂર્ણ થતાં તો શરીર હાડ, માંસ અને ચામડી ભર બનાવી દીધું. એ સૌંદર્યમાંથી તેજ, ગૌરવ, છટા બધુંય ઉડી ગયું ને વદનની કાંતિય કરમાઈ ગઈ. એ વિરૂપ રતિસુંદરીને એક દિવસે અકસ્માત રાજાએ જોઈ એની નરી વરવી ને બિભત્સ કાંતિ જોઈ રાજા એના મહેલમાં આવ્યો પ્રિયે ! આ શું ? અનેક દાસ દાસીને પરિવાર તારી સેવામાં હાજર છતાં, મનગમતાં સ્વાદિષ્ટ મિષ્ટાન્ન તારા ચરણમાં આળોટતાં છતાં તારી આ સ્થિતિ કેમ? કયા દુખે તારી આ સ્થિતિ થઈ છે વાર? - “હે દેવ! હું હાલમાં એક મહાન વ્રત કરું , એ કલેશકારી અને દુરસ્સહ વ્રતથી હું દુર્બલ થઈ છું. રતિએ ઠરે લેજે જવાબ આપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com