Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
સ્વરૂ૫ ! )
૧૨૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સૌંદર્યમાં આશક થયો, એના રૂ૫થી પરવશ બનેલે રાજા મંત્રી પત્નીને પિતાની પત્ની બનાવવાની અભિલાષા કરવા લાગ્યા. “આહ! જગતને આશ્ચર્યકારી શું એનું
"રાજા સુકીર્તિ મનમાં અનેક તર્કવિતર્ક કરતે રાજમહેલમાં આવ્યો પણ એને કયાંય ચેન પડયું નહિ, નિશાને સમયે હોંશીયાર દાસીને બુદ્ધિસુંદરી પાસે મોકલી. દાસીએ બુદ્ધિસુંદરી પાસે આવી અનેક પ્રકારે વાત કરીને બુદ્ધિને સમજાવવાના અનેક પ્રયત્ન કરી જોયા, - બુદ્ધિસુંદરીએ તે દાસીની નિર્ભના કરીને કાઢી મૂકી, અપમાનિત દાસીની વાત સાંભળી ગુસ્સે થયેલા રાજાએ મંત્રી ઉપર આરોપ મૂકી સી સહિત પકડી મંગાવ્ય, કામ પિશાચથી જકડાયેલ મનુષ્યને હિતાહિતનું ભાન હેતું નથી. એક સામાન્ય માણસ પણ પરસ્ત્રીમાં લુબ્ધ થયો છતો અનેક પ્રકારનાં અકાર્ય કરવા અચકાતો નથી તો પછી આ તે રાજા, ' રાજાએ મંત્રીને કારાગ્રહમાં પૂર્યો ને બુદ્ધિસુંદરીને અંત:પુરમાં મોકલી દીધી. રાત્રિને સમયે રાજા જ્યારે પિતાની અભિલાષા પૂર્ણ કરવાને બુદ્ધિસુંદરી પાસે આવ્યા - ત્યારે શિયલ મંગથી ભય પામેલી બુદ્ધિ આ નરરાક્ષસ થકી શીલરક્ષણને ઉપાય ચિંતવતી વિચારમાં પડી ગઈ
કેમ! દાસીની નિર્ભર્સના ને મારી આજ્ઞાને ભંગ કરી તે સતીઓમાં શિરોમણિ બની કે શું ? દાસીનું વચન માન્ય કર્યું હોત તો આ આપદા ક્યાંથી હેત? કારણ કે સમજાવવાથી કામ થતું હોય તે કઈ બળજબરી કરે નહિ.”
અને તેથી તમે અમારા કુટુંબની પાયમાલી કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com