Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
-
૧૧૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તારે માટે, તને સ્વાધિન કરવા માટે, તારા જેવી સુંદરી પ્રાપ્ત કરી તારા સમાગમ સુખથી આ બળતા જીગરને તૃપ્ત કરવા માટે, તારા જેવી પ્રિયાને મેળવી સુખી થવા માટે,
રાજાનાં તલોહ સમાન વચન સાંભળી રતિસુંદરી વિચારમાં પડી. “અરે! આ મારા રૂ૫ લાવણ્યને ધિક્કાર થાઓ, એ રૂપમાં લુબ્ધ બનીને આ પાપી રાજાએ કેટલો બધો અનર્થ કર્યો? હજારે ઉત્તમ પુરૂષોને મારા નિમિત્તે નાશ કરી નાખે, મારા પતિને આ દુઝે પરાભવ પમાડી દુ:ખી કર્યા, મને અહીં પકડી લાવ્ય, આવા વિષય સમયે હું મારા શિયલનું રક્ષણ શી રીતે કરીશ? છતાંય ગમે તે ભોગે પણ મારા શિયલનું હું રક્ષણ કરીશ. હાલમાં તે કાલ વિલંબ કરવા દે; જ્ઞાનીએ જોયું હશે તેમ થશે.”
“રાજન ! તમારા સરખા ઉત્તમ પુરૂને પરસ્ત્રીમાં રક્ત થવું તે યોગ્ય નથી. પોતાની સ્ત્રીમાં સંતોષ માની જે પુરૂષ પરસ્ત્રીથી પરોગમુખ થયેલા છે તેમને જ ધન્ય છે, નરકમાં જનારા પુરૂજ પરસ્ત્રીની અભિલાષા કરે છે રાજન !
એ તારો ઉપદેશ હાલમાં રહેવા દે. હાલમાં તો મારી પટ્ટરાણી બની તું કુરૂદેશની મહારાણું થા, રાજ્યલક્ષ્મીને ભેગવનારી થા! મારા જલતા જીગરને શાંત કરનારી થા! પ્રિયે ! મારે અધિરા અને ઉસુક મનને જેમ બને તેમ તાકીદે શાંત કરતૃપ્ત કર.”
રાજાની આતુરતા અને ઉત્સુકતા જોઈ રતિસુંદરી કંપી ઉઠી. “મહારાજ ! ધિરજ ઘરેઉતાવળે કાંઈ આંબા પાકતા નથી. સમતાનાં ફલ મીઠાં જ હોય છે. પહેલા આપને એક પ્રાર્થના કરું છું તે સ્વિકારશે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com