Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૦૬.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પૂર્વભવ કહેવે શરૂ કર્યો. તે બધા નગરના લકે, અને ચારે પ્રિયા સહિત વિનયંધર આતુરતા પૂર્વક સાંભળવા લાગ્યા, - “હે રાજન ! એ બધામાં કર્મ એકજ કારણ છે તે તું સાવધાનતા પૂર્વક સાંભળ! પ્રાચીન કાળને વિષે ગજપુર નગરમાં વિચારધવલ રાજા હતા. તે નગરમાં વૈતાલિક નામે ઉદાર ભાવનાવાળા અને પરોપકાર કરવામાં સિક ધનિક રહેતો હતો. દરરોજ તે વૈતાલિક પોતાને ઘેર તૈયાર કરેલા ભેજનમાંથી કઈ અતિથિને જમાડીને પછી પોતે જમતો હતો. દાન અને બીજાનું ભલું કરવાની વૃત્તિવાળા તે વૈતાલિકે એક દિવસે તે ઉત્સર્પિણમાં ઉત્પન્ન થયેલા નવમા જીનેશ્વરને ગજપુરની બહાર હિંદુક નામના ઉદ્યાનમાં કાઉસ ધ્યાને જોયા. નેશ્વરની ભવ્ય મુદ્રા જઇ વૈતાલિક ખુશી થયે છતો એમની સ્તુતિ કરવા લાગ્યો, ભક્તિથી એમને વંદના કરવા લાગ્યો. અંતરના ભાવ પૂર્વક સ્તુતિ કરતા એ વૈતાલિકે પિતાના આત્માને અનંત પાપના મલથી પવિત્ર કર્યો, ભવિતવ્યતાના યોગે મહાન લાભ મેળવી તે પિતાને સ્થાને ગયે. . - દૈવયોગે તે ભગવાન પણ આહાર સમયે ફરતા ફરતા વૈતાલિકને ઘેર આવીને ઉભા રહ્યા, સાક્ષાત કલ્પવૃક્ષને અનાયાસે પોતાના આંગણે આવેલું જાણી વૈતાલિકના હર્ષની તો વાત જ શી ? ખુબ ખુબ ભગવાનની સ્તુતિ કરી મનહર સ્વાદિષ્ટ એવા મિષ્ટાન્નથી ભગવાનને પ્રતિલાશિત કર્યા, જીનેશ્વરને દાન દેવાથી તુષ્ટમાન થયેલા દેવતાઓ પણ દાનને વખાણવા લાગ્યાં ને ત્યાં પંચદિવ્ય પ્રગટ થયાં, જીનેશ્વરને દાનનું પ્રત્યક્ષ ફલ જોઈ વૈતાલિક સમક્તિ ધારી શુદ્ધ શ્રાવક થ, દાનના પ્રભાવથી વૈતાલિક અનુક્રમે પ્રથમ દેવલોકે દેવતા થ, દેવાંગનાઓ સાથે વિવિધ ક્રીડાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com