Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
१४
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ભાખેલી પ્રિયા કાંઈ પાછી મને મલે તેમ છે રાઈના ભાવ રાતે વહી ગયા! મેં પાપીએ હાથ આવેલું ચિંતામણિરત્ન સમુદ્રમાં ફેંકી દીધું. હવે શું થાય ?
રાજાને પશ્ચાત્તાપ જોઈ ગુરૂ બોલ્યા, “રાજન! દુ:ખથી હું મુંઝાઈ ગયો છે પણ ધીરજ ધરવાથી બધુંય સારૂં થશેધર્મના પ્રભાવથી તારું સારૂં થશે, કારણકે નિરાશામાં અમર આશા છુપાઈ છે. તે માટે કપિલનું આખ્યાન સાંભળ, એક ભુલ કરી તેના ઉપર બીજી ભુલ કરનાર કપિલની માફક અનર્થ કરનાર નથી. »
કપિલ બ્રાહ્મણ सुयणाण निद्धणतं, कुणइ कुल बालियाणविहव। . इच्छृणनिष्फलतं, घिरत्थु बुद्धिं पयावइणो ॥१॥ .
ભાવાર્થ–પંડિત અને ગુણવાન પુરૂષને નિર્ધન બનાવ્યા, કુલવાન પુત્રીઓને વિધવાપણુ અને શેરડીને ફલ વગરની કરનાર પ્રજાપતિ(બ્રહ્મા)ની બુદ્ધિને ધિક્કાર થાઓ.”
પૂર્વકાલને વિષે ગંગા નદીને કિનારે રહેલા કેઈક સંનિવેશમાં ખટ કર્મમાં તત્પર અને દીવસમાં ત્રણવાર સ્નાન કરનાર કપિલ નામે બ્રાહ્મણ રહેતા હતા. શૌચક્રિયામાં તત્પર એવો તે બ્રાહ્મણ અપવિત્ર થવાના ડરથી ઘેરથી બહાર પણ કવચિતજ નિકળતો હતો કે માણસ જરા અડી જાય તો સ્નાન કરતો, કુતર, બીલાડાનો જરા સ્પર્શ થાય તોય નાહી નાખતો, ગાય ભેંસ કુતરાં બીલાડાં આદિ જાનવરના કરેલાં મુત્ર કે વિષ્ટા ઓળંગવી પડે કે એમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com