Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજમાર્ગો બીજા ધોરી રસ્તાઓ ધ્વજા-પતાકાઓથી સુશોભિત થઈ ગયા, મોટા મોટા દરવાજાઓ અને નાના દરવાજાઓ તોરણે અને પતાકાઓથી શણગારાઈ ગયા. મનહર ઘુઘરીઓના નાદો રાજારાણીને આવકાર આપવા લાગ્યાં, સ્ત્રી કે પુરૂષ, બાલક કે વૃદ્ધ, અમીર કે ગરીબ પિોતપોતાની સંપત પ્રમાણે નવીન વસ્ત્રાભૂષણ સજી પ્રવેશ મહોત્સવમાં જવાને ઉતાવળ કરી રહ્યાં હતાં. આજે લોકોને નગરજનો હર્ષ ઉપર હર્ષ ઉભરાઈ જતો હતો
રાજા-શંખપુર નરેશ્વર શંખરાજ ગજરાજની અંબાડી ઉપર આરૂઢ થઈને યથાસમયે નગરમાં પ્રવેશ કરી રહ્યા હતા. અપૂર્વ શીલ માહાસ્ય પામીને અક્ષત અંગોપાંગવાળી કલાવતી દુ:ખરૂપી મહાસાગરથી પાર ઉતરી ગયેલી આજે મદોન્મત્ત ગજરાજના મદજળને શાંત કરતી રાજાની સાથે નગરમાં પ્રવેશ કરી રહી હતી. પિતાને ભાવી રાજા પેલો બાલકુમાર પણ રાજારાણુની સાથે નગરીમાં પ્રવેશ કરતા ગજરાજની વિશાળ પીઠ પર રમી રહ્યો હતો. નગરમાં પ્રવેશ કરતા રાજારાણને ઉત્સાહ અપૂર્વ હતે મંત્રીઓ, રાજ્યાધિકારીઓ, મહાજનેથી એ સામૈયા-વરછેડા ઠાઠ ખુબ દમામદાર હતે અનેક મંગલમય વાદિવોના ઘેરા નાદે કલાવતીના શીલ માહાભ્યની સુવાસને નભેમંડલમાં ફેલાવી રહ્યા કે શું ? લકેના હર્ષને આવેશ અપૂર્વ હતો, - શેખરાજે અપૂર્વ મહત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કરી પિતાના રાજમહાલયમાં પ્રવેશ કર્યો. રાજાએ દીન દુ:ખી અને ગરીબજનોને અન્ન, વસ્ત્ર અને દ્રવ્યના દાનથી ન્યાલ કરી નાખ્યા. બીરદાવલી બોલનારા ભાટ ચારણ કવિઓને ઇનામ આપી સતેષ પમાડ્યા. એ અપૂર્વ ઉત્સાહમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com