Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એક્વશ ભવને નેહસંબંધ
દેવની દેવી થઈ પહેલા સૌધર્મ કલ્પમાં બત્રીશલાખ વિમાને છે. દરેક વિમાને એકએક ચિત્ય છે. દરેક ચૈત્યમાં ૧૮૦ પ્રતિમાજી હોય છે. સાત હાથના શરીર પ્રમાણવાળાં અને મનુષ્યની પેઠે વિષયસુખ ભેગવનારા દિવ્ય દેહધારી એ દેવદેવી સ્વર્ગનાં અનુપમ સુખને ભેગવવા લાગ્યાં, સેવક દેવદેવીનાં કરેલાં ગાયન અને નૃત્યને જોવા લાગ્યાં, અવસરે ત્યાં રહેલા શાશ્વતા જીનપ્રાસાદને વિષે પૂજાને કરતા તેઓ દેવભવ સફળ કરવા લાગ્યા, મન ફાવે ત્યારે તે નંદીશ્વર દ્વીપે જાય, મનફાવે ત્યારે મેરૂપર્વત ઉપર જઈ ક્રીડા કરે, મનફાવે ત્યારે અષ્ટાપદે જઈ જીનેશ્વરને વાંદે, મન ફાવે ત્યારે નંદનવનમાં જાય. એવી રીતે પાંચ પાયમ સુધી એ દેવદેવીએ પિતાને કાલ કેવલસુખમાં જ નિર્ગમન કર્યો. દેવભવનાં એ રમણીય સુખો, એ રમણીય ભેગવિલાસની વિપુલ સામગ્રીઓએ વાપિકાએ ઉદ્યાનમાં વિવિધ પ્રકારે ક્રીડા કરતા અને ભિન્નભિન્ન શરીર વડે વિવિધ પ્રકારના ભેગ સુખને ભેગવતા જતા એવા કાલને પણ તેઓ જાણતા નથીજે ચારિત્રની આરાધના કરવાથી પ્રાંતે મોક્ષનું અનુપમ સુખ મળવાનું છે ત્યાં આવાં પૌદગલીક સુખ અચાનક મલે એની તો વાત જ શી?
પંચમકાલમાં પણ એવા ચારિત્રની નિંદા કરનારા તેમજ ચારિત્ર આજે ક્યાં છે? એવું બોલનાર છો અજ્ઞાન રૂપી અંધકારમાં જ રખડી રહ્યા છે, પિતાના પાપના ભારને તેઓ વધારી રહ્યા છે એ સિવાય સાધુઓના વિદ્યમાનગુણોને ન જોતાં અછતા દેને જોનારા તેઓ બીજું શું કરી શકે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com