Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેજ અશુચિ કાયાવાળા સમજવો, માટે એ પ્રમાણે શુચિ અશુચિને સમજ, હવે ચાલ આપણે દેશમાં જઈએ ત્યાં જ્ઞાનીને સમાગમ પ્રાપ્ત કરી હે કપિલ ! તું તારા પાપનું પ્રાર્યાશ્ચત કરીને શુદ્ધ થા?
પ્રાયશ્ચિત લેવાની ઇચ્છાવાળો કપિલ વણીકની સાથે યથાસમયે વહાણનો સંજોગ પ્રાપ્ત થતાં સ્વદેશમાં આવ્યો. બન્ને પોતપોતાના કુટુંબીજનેને મલ્યા. કપિલ પણ એ મિથ્યાદાગ્રહનો ત્યાગ કરી પંડિતોએ આપેલું પ્રાયશ્ચિત આચરીને શુદ્ધ થયો ને સર્વ દર્શન સામાન્ય ધર્મને યથાશક્તિએ આવવા લાગ્યો. - અમિતતેજ ગુરૂરાજ કપિલનું આખ્યાન સંભળાવતા રાજાને સમજાવવા લાગ્યા કે “હે રાજન! જેવી રીતે આ કપિલ બ્રાહ્મણ જરા પણ અશુચિના સ્પર્શ માત્રથી ભય પામનારે છતાં અશુચિનું ભક્ષણ કરવા લાગી ગયો તેમ તું પણ દુખના ભયથી જે અપમૃત્યુ અંગીકાર કરીશઆત્મઘાત કરીશ તો મોટા દુ:ખના ભારને પામીશ, જરા તે વિચાર કર, દુ:ખ શા કારણે આવે છે? પૂર્વે મહાન પાપ કરેલું હોય એ પાપથીજ દુઃખ આવે છે, પ્રાણીવધ આદિ મહાન કાર્યથી મહાન પાપ ઉપાર્જિત થાય છે. એ પરપ્રાણીવધ કરતાંય આત્મઘાતને અધિક પાપનું કારણ કહેલું છે. માટે મૃત્યુને વિચાર છોડીને દુ:ખનો નાશ કરનાર ધર્મનું તું આરાધન કર ”.
ગુરૂના ઉપદેશથી રાજાના હૃદયમાં કંઈક શાંતિ થઈ અને પૂછ્યું કે “ભગવાન ! એ ત્યાગ કરેલી અને કપાયેલા હાથવાળી મારી પત્ની અત્યારે ક્યાં હશે? એ મને હવે મલશે કે! અને મલશે તે ક્યારે ?
“રાજન ! ધીરજ ઘર, એક દિવસ પછી તું સંપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com