Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
७६
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
મમાંથી કલાવતીને તેડાવી. કુલગુરૂની પાસે આવેલી કલાવતી દત્ત વગેરેને જોઇને પૂનુ દુ:ખ સાંભળી આવવાથી રડી પડી, કારણકે હૃદયમાં છુપાયેલું-ભુલાયેલું દુ:ખ પણ પેાતાના સ્વજનને જોવાથી તાજી થાય છે. કલાવતીના રૂદનથી દત્ત પણ રડવા લાગ્યા છતાં ધીરજ ધરી દત્ત કલાવતીને કહેવા લાગ્યા.” ભગિનિ ! આ એક દુષ્ટ કા પરિણામ હતા અને તે તમારા કરેલા તમે ભાગવ્યા, રાજાજી તા એમાં નિમિત્ત માત્ર હતા. માટે એવી દૈવની આતમાં તમારે ખેદ ન કરવા ! કારણકે પ્રાણીઓને આ જગતમાં જે સુખ કે દુ:ખ પ્રાપ્ત થાય છે એમાં બીજાએ તા ફક્ત નિમિત્તભૂત છે બાકી તા ખરૂ કારણ શુભાશુભ કર્મ વિષાકજ છે. સંસારમાં એવા ક વિષાકથીજ શત્રુ મિત્ર થાય છે ત્યારે સ્વજન પણ દુશ્મનની ગરજ સારે છે અને તે તમે જાતે અનુભવ્યુ છે જોયુ છે. હે દેવી! તમે જેવું દારૂણ દુ:ખ ભોગવ્યું છે તેવું અત્યારે તમારા વિયેાગે રાજા ભાગથી રહ્યા છે મલકે તમારાથી અનંતગણ, અત્યારે તા પશ્ચાત્તાપથી પીડાતા તમારા વિયાગે રાજા અગ્નિમાં બળી મરવાની તૈયારી કરી રહ્યા છે, તમને જોવાને આકુળ વ્યાકુળ થયેલા રાજા તમને જો સાંજ સુધીમાં નહી જીએ તે જરૂર અગ્નિમાં બળી મરો માટે એમને જીવતા રાખવા હોય તેા રથ ઉપર બેસી ચાલા, રાજાને બચાવામ
દત્તની વાણી સાંભળી બેબાકળી બનેલી કલાવતી ” પતિના ઢાષને અવગુણને ભૂલી જઈ પતિને મલવાને ઉત્સુક થઇ. કારણકે પતિવ્રતા સીએ પાતાના પતિ ભલા હાય કે ભુંડા, પણ તેના જ હિતને કરનારી હોય છે. કુલપતિને નમસ્કાર કરી તાપસ અને તપસ્વિનીઓની રજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com