Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
પૃથ્વીચ' અને ગુણસાગર
મહારાજને નમસ્કાર કરવા આવ્યાં. ગુરૂ મહારાજને વાંદી તેમની આગળ બેઠા, તેમની સાથે આવેલા મંત્રી, સામ’ત તેમજ બીજા રાજ્યાધિકારી પુરૂષા, અન્ય મહાજન વર્ગ, પ્રજ્ઞાવર્ગ તેમજ સ્ત્રીવર્ગ ચાગ્ય આસને બેઠા, પછી ગુરૂ મહારાજે શીલ ધર્મના માહાત્મ્યનું વર્ણન કરવા માંડયુ. '
શીલ એ પ્રાણીઓનું અપૂર્વ ધન છે. આપત્તિ, દુ:ખ અને દારિદ્રને નાશ કરવામાં શીલ મહાન છે. દુર્ભાગ્યાદિક ઢાષાના નાશ કરી શીલ ઇચ્છિતને અપાવે છે. વાઘ, વરૂ, સિંહ અને હાથી આદિ હિંસક પ્રાણીઓના ભયનેા નાશ કરે છે. જળ, અગ્નિ, ડાકિની અને શાકિનીના ડરના નાશ કરી સુખસ પા પ્રાપ્ત કરાવી સ્વર્ગ અને યાવત્ મેાક્ષની લક્ષ્મીને અપાવે છે એવા પ્રત્યક્ષ પ્રભાવવાળુ' શીલ જગતમાં વિજયવંત છે. હે ભવ્યજના ! એ શીલનું માહાત્મ્ય તમે પ્રત્યક્ષપણે જોયું છે. શીલના પ્રભાવે કલાવતીના કપાયેલ હાથ નવપલ્લવ થઈ એનાં દુ:ખ દૂર થયાં છે. સતી કલાવતીનું નામ એના શીલ પ્રભાવથી ભ્રુગ જુગ પર્યંત કાયમ રહેશે એવા શીલને પાળવાના તમે ઉદ્યમ કરો.
૮૦
શીલથી વિભૂષિત થયેલા નરનારીઓને સમ્યક્ત્ત્વતા ગુણ આવે તા એમના બેડા પાર ! સમ્યકત્વ અશુભ કર્માનાં ક્ષય થકી ઉત્પન્ન થાયછે અશુભ કર્મોના આવરણ વડે ઢંકાચેલા સમ્યકત્વ ગુણ જયારે આત્મામાં પ્રગટ થાયછે ત્યારે આત્માની બધી પરિણતિ કરી જાય છે સ`સારના સ્વરૂપમાં રક્ત થયેલા આત્મા સમ્યકત્વના પ્રગઢ થયા પછી મુક્તિના લક્ષ્યવાળા થઈ જાય છે આત્મામાં એ સમ્યકત્વ ગુણુ ઉત્પન્ન થવા બહુ દુલ્હભ છે. સ‘સારમાં પુણ્યના પ્રભાવથી સ્વગ કે મનુષ્યના દિવ્ય ભાગા મલી શકે છે. અનેક પ્રકારની વિદ્યા પ્રાપ્ત થઇ શકે છે પણ સમ્યકત્વની પ્રાપ્તિ તા ભવસ્થિતિ પરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com