Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
- -
-
જોયા. પશુપાલ ગામને પટેલ અને પંડિત હતો તેણે આ. ચારેને પરદેશી જાણી પૂછ્યું. કયાંથી આવે છે ક્યાં જાઓ છો ?'
પશુપાલની વાણી સાંભળી ચારે બાંધે તેની પાસે આવ્યા, નમીને પોતાની હકીક્ત વૃદ્ધ પશુપાલને તેમણે કહી સંભળાવી. તેમની હકીકત સાંભળી પશુપાલ બોલ્ય. “પુ! તમારા પિતા વિદ્વાન અને ડાહ્યા છે તેમણે તમારા ચારેનું હિત કરેલું છે એમ લાગે છે.”
શી રીતે? હે પૂજ્ય! તો અમને સમજાવે? અમારે વિવાદ નિવારે એ મુસાફરીથી કંટાળેલા ચારે બાંધ બોલ્યા,
“પુત્રો! તમારા પિતા વિચક્ષણ હોવાથી મને લાગે છે કે જે પુત્રને જે યોગ્ય હતુ તેજ તેને આપેલું છે. મેટાના કળશમાં ધૂળ નિકળવાથી એ પુત્રને જમીન જાયગા ખેતીવાડી બધું આપી દીધું છે. બીજાના કળશમાં હાડકાં નિકળ્યાં તેની મતલબ એ કે તેને ગાય, ભેંસ, બળદ, ઘેડા વગેરે આપેલું છે એમ સમજવું. ત્રીજાને શાહી આપવાથી દુકાનને વ્યવસાય, ખાતાં, પતરાં, દસ્તાવેજો, રાજસેવા વગેરે જેનો નિભાવ લખવા ઉપરજ ચાલે છે તે બધું એને સોંપી દીધું, અને ચેાથે જે બાલક અને માને છે તેને કેઈપણ વ્યવસાયની અજ્ઞતાને લીધે ઘરની સુવર્ણ મહારે એટલે રોકડ રકમ આપી છે. આ સત્ય ઈન્સાફ છે, છતાં એમાં હવે જેને અધિકુ યા ઓછું ભાગે આવતું હોય તેમણે પિતપોતાના ભાગમાં આવતી વસ્તુઓની કીમત ગણી સરવાળો કરે એટલે તરતજ ખબર પડી જશે. છતાં ચપળ લક્ષ્મીના માટે તમે ડાહા થઈને અંદરઅંદર ઝાડશે નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com