Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
1
-
- -
-
૪૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ભાવાર્થ-વિચાર કર્યા વગર કઈ પણ કાર્ય કરવું નહિ. એકદમ કેઈપણ કાર્ય કરી નાખવાથી પાછળથી મોટી આફતને કરનારૂ થાય છે. લાંબે વિચાર કરીને કાર્ય કરવાથી એમાં વિજય મલે છે. લક્ષ્મી પ્રાપ્ત થાય છે.
પ્રાત:કાળે શંખરાજ મનમાં અનેક વિચાર કરતો સિંહાસન ઉપર બેઠેલો હતે ભવ્ય આકૃતિવાળો છતાં અત્યારે એના મનમંદિરમાં વિચારની અનેક આછી વાદળી પસાર થઈ રહી હતી. પોતાના કાર્યના પરિણામની તે ઉત્સુતાથી રાહ જોઈ રહ્યો હતો, પોતે જાણે મોટે ઈન્સાફ કરી રહો હોય, દુષ્ટ કામ કરનારને તેને યોગ્ય શિક્ષા કરી નર્યો સંતોષ અનુભવી રહ્યો હોય તેમ શાંત ચિત્તે જાણે કેઈના આગમનની રાહ જોતા હોય એવા રાજાના વદન ઉપર ઉદાસીનતાની જરા લાનિ હતી. એ દરમિયાન પેલી ચંડાલણી મહારાજની આજ્ઞા મેલવીને ત્યાં હાજર થઈ.
ચંડાલણીએ મહારાજને નમસ્કાર કરી બાજુબંધવાળા એ કેમળ નાજુક લતા સમા બન્ને હાથ શંખરાજની સમક્ષ
જુ કર્યા. પોતાની નજર સમક્ષ રજુ થયેલી એ નાજુક આહલતાને રાજા નિહાળી રહ્યો-એક દયાને જોઈ રહ્યો. એક દિવસ આ બાહુલત્તા એ નાજુક દેહલતાને કેવી શાભાવી રહી હતીમારા હાથ વડે આ માહને હુ માહતો હતે આટલી રાજ્ય સમૃદ્ધિ છતાં વિપુલ સત્તા અને સાહ્યબી છતાં આશકનાં આભૂષણ પહેરવાનું મન થયું, મને તે રહી રહીને જ અત્યારે ભાન થયું. સીએની કુટિ લતાને પાર બ્રહ્મા પણ ખરે પામી શકતા નથી ત્યાં મારા જેવાનું શું ગજું?
મહારાજ શંખપુરપતિને વિયાઆ પહેલા જાણી તેમજ એમના વદન ઉપર અનેક ભિન્નભિન્ન પ્રકારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com